________________
ઉ૪
આભનવ ઉપદેશ પ્રાસાદ–૨ એ રીતે શ્રાવક ધર્મની પરસ્પર ચર્ચા દ્વારા બારવ્રતના સ્વરૂપને સમજીને સુદર્શન મિથ્યા દષ્ટિને ત્યાગ કરી બારવ્રત ધારી શ્રાવક બન્ય, સમ્યક ધારણ કરી સદ્ગતિને પામ્ય, માટે શ્રાવકેએ આયતનનું એટલે જિનમંદિર ઉપાશ્રય-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા વગેરેનું નિરંતર સેવન ચાને નિકટવર્તી સંપર્ક જાળવો જેથી સદ્દગતિનું ભાજન બને.
આ વાત સામાન્યથી પણ સમજી શકાય તેવી છે કે સાધુ ભગવંત તથા સાધમિકને પરિચય કિયા અને આચારમાં શુદ્ધિ લાવે છે. નવીન પ્રકારના તપ કરવાની પ્રેરણા મળે છે.
આયતન સેવનને અભાવ કયારેક નંદ મણિયારની જેમ દેડકે થવાને પ્રસંગ પણ નોતરે છે. પોતાની મેળે ધર્મનું પાલન કરતે નંદ મણીયાર એક સારો શ્રાવક હતા. પણ આયતન સેવનના અભાવે ધર્મનું સિંચન ઘટતું ગયું પછી જેમ ઓઈલીગના અભાવે કયારેક મશીનમાં કડાકા બોલવા લાગે તેમ નંદના જીવનમાં પણ બન્યું.
પૌષધશાળામાં ઉપવાસ સહિત પૌષધ લઈને રહેલા નંદને રાત્રીએ તૃષા લાગી. સહન ન થતા તેને થયું કે ધન્ય છે તેઓ જે કુવા વાવ–સરોવર વગેરે ખોદાવે છે. હું પણ પૌષધ પાળીને વાવ બનાવીશ. પછી સુંદર વાવડી બનાવી ધીમે ધીમે તેને જીવ વાવની સુંદરતા સાથે ઓત પ્રત થયે. આયતન સેવનના અભાવે સમ્યફ દષ્ટિ પ્રાપ્ત ન થઈ તો તેની જ વાવડીમાં દેડકા રૂપે ઉત્પન્ન થયે. | માટે આયતન ને સેવો, જીવન જીવવાની કલાનું પ્રથમ પગથીયું દર્શાવ્યું, બીજું પગથીયું શીલવાન શ્રાવકના લક્ષણ રૂપે દર્શાવે છે –
(૨) પરગૃહ પ્રવેશ વજન – “અનિવાર્ય કાર્ય સિવાય બીજાના ઘરમાં જવું નહીં.” તેને બીજું શીલ કહ્યું. કારણ કે પરગ્રહ કયારેક કલંક રૂપી કાદવનું મૂળ બને છે, કંઈક ખોવાય અથવા નાશ પામે તે પણ ચોરીનું આળ આવે છે. વળી શ્રાવકને કયારેક વ્રત ભંગના પ્રસંગો ઉદ્દભવે અથવા તે પ્રકારના આક્ષેપ થવાના સંજોગો પણ ઉભા થાય છે. જેમ સુદર્શન શેઠને પુરોહિતાણ દ્વારા વ્રત ભંગ માટે પ્રેરણું કરવામાં આવી ત્યાંથી છટકી તે રાણી દ્વારા ઉપસર્ગ થયો ને શૂળીએ ચડવાને પ્રસંગ બન્ય, માટે વિના કારણ પર ઘરે જવું નહીં.