________________
જીવન જીવવાની કલા
જિનમંદિર, ઉપાશ્રય વગેરે ધાર્મિકજને મળી શકે તેવા સ્થાને. જેના સેવનથી એટલે કે જ્યાં રહેવાથી દોષ નષ્ટ થાય છે અને ગુણોની વૃદ્ધિ થાય છે.
આ સ્થળમાં પંચમહાવ્રતધારી, ત્યાગી, તપસ્વી અરે જેનાં વેશનું દર્શન પણ સમકિત પ્રાપ્તિ માટે નિમિત્ત બની શકે છે તેવા મુનિ-મહાતમાઓ- શીલવાન, બહુશ્રુત, કિસારુચિવાળા અને આચારવંત એવા ઘણું સાધર્મિક બધુઓ ત્યાં રહેતા હોય છે. તેઓના સંસર્ગથી મિશ્યા દૃષ્ટિ ક્ષીણ થાય છે અને જ્ઞાન-દર્શન ચારિત્રને લાભ થાય છે. માટે આયતનને સે.
પ્રતિષેધ અર્થમાં આયતન નિવણમને અર્થ એ થાય કે ચોર, હિંસક કે દુષ્ટ બુદ્ધિવાળા લોકો તથા નિરતર વિકથા થતી હોય ત્યાં રહેવું નહીં.
આજે શ્રાવકકુળના બાળકોમાં જિનમંદિર તથા પાઠશાળા પરત્વેનું લક્ષ ઘટતું જવામાં આ એક મહત્વનું કારણ છે. સોસાયટીથી દૂર રહેલા મંદિર–પાઠશાળાને લીધે આયતન સેવન ઘટયું વિભિન જાતિના લોકો સાથે રહેતા મિથ્યા પ્રવૃત્તિમાં વધારો થયો.
સૌગધિકા નગરીમાં સુદર્શન નામે એક મિ દષ્ટિ શેઠ રહે તે હતો. તે શુક પરિવ્રાજકનો પરમ ભક્ત અને સાંખ્ય સિદ્ધાન્તનો જ્ઞાતા હતો. એક વખત થાવસ્થા પુત્ર મહામુનિ સૌગન્ધિકા નગરી પધાર્યા, તેના નમન માટે નાગરિકને દોડા દેડી કરે છે. કૌતુકથી સુદર્શન શેઠ પણ ત્યાં પહોંચ્યા, ત્યાં રત્નત્રયના આયતન એટલે કે ગૃહ સમાન, ભવરૂપી વૃક્ષને નિમૅલ કરવામાં વિશાળ હાથી સમાન અને મિથ્યાત્વ રૂપી અલ્પકારને નાશમાં સૂર્ય સમાન થાવા મુનિને જોઈને તેને પ્રણામ કર્યા.
થાવરચા મુનિએ પોતાની દેશનામાં આયતન સેવનના ફળને સમજાવતા પંચાચાર પાલન કરતાં મુનિને આયતન રૂપે જણાવે છે. ત્યારે સુદર્શને પૂછયું કે તમારો ધર્મ (હિ ) કેવો છે? થાવરચ મહામુનિ કહે અમારો ધર્મ વિનય મૂલક છે.
અણગારી વિનયમાં પાંચ મહાવ્રતોનો સમાવેશ થાય છે અને આગારી એટલે કે ગૃહસ્થ વિનયમાં બારવ્રતોનો સમાવેશ થાય છે.