________________
|
અભિનવ ઉપદેશ પ્રાસાદએક સૈનિકે અપશબ્દ બોલી અંધ ભિખારીને ધક્કો માર્યો. બેવકુફ! ભાન નથી. માર્ગમાંથી બાજુ ખસ. આંધળે તે આંધળે જ રહ્યો. પેલો અંધ વૃદ્ધ ધકકો ખાઈને ગબડી પડે. ઉઠતાં ઉઠતાં માત્ર એટલું બેલ્ય.
બસ આ જ કારણ ફરી પાછો રસ્તા વચ્ચે ઉભું રહી ગયો. સવારીની આગળ ચાલતા રાજના મંત્રી આવ્યા તેણે કહ્યું. અરે ભાઈ! રસ્તામાંથી ખસી જાવ, ખસી જાવ, રાજાજીની સવારી આવે છે. પેલો અંધ ભિખારી તો ત્યાં જ ઉભો રહ્યો, બોલ્યો.
બસ આ જ કારણ એટલામાં રાજાની સવારી પણ આવી ગઈ. રાજાએ નીચે ઉતરી વૃદ્ધ એવા અંધ ભિખારીને શાંતિથી હાથ ઝાલી સંભાળપૂર્વક રસ્તાની એક બાજુએ ઉભો રાખ્યો. ભિખારી ફરી હર્યો અને બોલ્યા, “હં, રાજા લાગે છે.”
બસ આ જ કારણ” આજુબાજુના લોકોને આશ્ચર્ય થયું કે આ આંધળે અને ઘરડે થયેલે ભિખારી “બસ આ જ કારણ” વાકય કેમ વારંવાર બોલે છે. લકોએ તેને કારણ પૂછયું. ત્યારે તે ભિખારીએ એક ટુંકો જવાબ આપ્યો. તેઓ જે છે તે પોતાના આચરણને લીધે જ એવા છે.
ખરેખર માનવીની પણ સાચી ઓળખ તેનું આચરણ જ છે. તેથી જ અહીં શીલ એટલે સદ્વર્તન અથવા સદૃઆચાર એ અર્થ કર્યો.
પૂજ્ય મહોપાધ્યાય યશવિજયજી મહારાજે પણ સાડા ત્રણસો ગાથાના સ્તવનની ચૌદમી ઢાળમાં શીલવાનના લક્ષણે જણાવતા આ છ લક્ષણોની ટુકી વ્યાખ્યા ગોઠવી દીધી છે.
આયતન સેવે ગુણ પિષ પરગૃહ ગમને વાધે દોષ કઠીન વચનનું જલ્પન જે ધમને નહીં સંમત તે
(૧) આયતન નિવણમ્ :- આયતનને સેવે તે સદાચારનું પ્રથમ લક્ષણ કહ્યું. આમ તો આ છ લક્ષણે થકી જીવન જીવવાની કલા જ રજૂ કરી દીધી છે જ્ઞાની મહામાઓએ.
પણુ-આયતન એટલે શું?