________________
(૪૩) શીલ–સદાચાર
–જીવન જીવવાની કલા,
आययणं खु निसेवइ वज्जइ परगेह पविसमणकज्ज निश्चमणुब्भऽवेसो न भगइ सधियार वयणाई परिहरह बालकील साहइ कजाई महुरनीईए
इय छव्विह सील जुओ विन्नेओ सीलवंतोऽत्थ ધર્મરતન પ્રકરણમાં ભાવશ્રાવકના છ લિંગ જણાવતા શ્રીમાન શાતિસૂરિજી મહારાજા શીલવાન શ્રાવક કોને કહેવાય તે જણાવે છે.
(૧) જે શ્રાવક આયતન (જિનમંદિરાદિ સેવે. (૨) વિના પ્રયજન પરગૃહ પ્રવેશને વજે. (૩) સદેવ અનુદ્દભેટ વેશ પહેરે. (૪) વિકારયુક્ત વચને બોલે નહીં. (૫) બાલક્રિડાને પરિહરે એટલે કે ત્યાગ કરે. (૬) મધુરનીતિ વડે (મીઠાશથી) કાર્ય સાથે.
આ છ પ્રકારના શીલ (આચરણ)થી યુક્ત હોય તેને શીલવાનું શ્રાવક જાણ.
મન્નત જિષ્ણુર્ણ શ્રાવકના છત્રીસ કર્તવ્યની સઝાય છે. તેમાં બારમું કર્તવ્ય જણાવ્યું શરું–શીલ પાળે. શીલને વિખ્યાત અર્થ તે બ્રહ્મચર્ય જ ગણાય છે. પરંતુ ધર્મના પ્રકરણમાં શીલના આ મુજબના છ લક્ષણ થકી શીલને સદાચાર અર્થ દર્શાવેલ છે.
એક વૃદ્ધ અને અંધ એ ભિખારી બરાબર રાજમાર્ગની વચ્ચેવચ્ચે ઉભો રહ્યો. રાજાની સવારી આવી રહી હતી છતાં તે ખસ્ય નહી ને ત્યાં જ ઉભે. રાજસવારીના અગ્રેસર સૈનિકે આવી પહોંચ્યા. સૈનિકે રસ્તા પર ઉભેલા સૌને ખસેડી રસ્તો ચેખો કરી રહ્યા હતા.