________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ભવમાં પણ ચક્રવતી ને ૬૪૦૦૦ (૧,૨૦૦૦) સ્ત્રીઓને સંગ પ્રાપ્ત થાય છે અને વાસુદેવને ૩૨૦૦૦ (૯૬૦૦૦) સ્ત્રીઓ ભેગ ભેગવવા મળે છે.
છતાં ફરી પાછા માનવ કે તિર્યંચના ભવમાં એજ વાસનાના સંસ્કારો કામે લાગે છે પણ ભોગતૃણ જતી નથી. તેથી સંતોષ શબ્દનું રહસ્ય જ્યાં સુધી હૃદયમાં વણાશે નહીં. સંતેષના અર્થગ્રહણ મુજબની પ્રવૃત્તિ જ્યાં સુધી થશે નહીં ત્યાં સુધી આમાના સંસ્કારો પરિવર્તન પામવાના નથી, માટેજ શાસ્ત્રકારોએ સુંદર શબ્દ આપી દીધે ચોથા વ્રત માટે શ્રાવકોને.
સ્વ–દારા સંતોષ” શાશ્વત સુખની પ્રાપ્તિ માટે પણ વદારા સંતોષથી સર્વથા મૈથુન વિરમણ વ્રત સુધીની યાત્રા કરવી જ રહી.
કચ્છ દેશમાં વિજય શેઠે શુકલ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાને નિયમ લીધો હતો, તેના લગ્ન વિજયા સાથે થયા તેને કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાને નિયમ હતે. કમ સંગે બંને પતિ-પત્ની થઈ ગયા અને એક માત્ર તલવાર વચ્ચે રાખી આજીવન ચતુર્થ વ્રતનું પાલન કર્યું. બંનેએ નિર્ણય કર્યો કે જ્યારે માતા-પિતા જાણશે ત્યારે દીક્ષા લઈ લેશું. આ રીતે ભાવ-ચારિત્ર્યનું પાલન કરે છે.
એક વખત વિમળ કેવળીને જિનદાસ શ્રેષ્ઠીએ પૂછયું કે ૮૪૦૦૦ સાધુનાં પારણનો મારે લાભ લે છે. ભગવંત કહે તેટલી શુદ્ધ સામગ્રી મળવી તે મુશ્કેલ છે. પણ તું કચ્છ દેશમાં જઈ વિજયશેઠ—વિજયા શેઠાણીની ભક્તિ કર.
આ પ્રમાણે જિનદાસ શ્રેષ્ઠીએ કરેલી ભક્તિથી વિજયશેઠના માતાપિતાને જાણ થતાં તે દંપતિએ કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. બંને એ દિક્ષા લીધી. સુંદર–નિર્મલ ચારિત્ર પાલન થકી ક્ષે ગયા. માટે યાદ રાખે શાશ્વત સુખને ઉપાય તે શીલવત પાલન–