________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
-
- -
-
-
-
-
-
-
-
વર્ષમાં એકવાર સિંહણનું સેવન કરે, કાગડા જેવા કર્કશ પક્ષીને તે મૈથુન સેવતે નજરે જેવો પણ મુશ્કેલ છે, જ્યારે પશુ અને પક્ષી કરતાં પણ વધારે વિવેકી માણસ ભૂલ કરે તે કેમ ચાલે?
સુદર્શન શેઠ પુરે હિતાણીને કહે છે કે હું તે નપુંસક છું. મારાથી તને કઈ જાતને સંતોષ મળી શકશે તે આશા રાખતી નહીં. આટલું વાક્ય સાંભળતા જ પરોહિતાણી ઠંડી પડી જાય છે. ઘરના દરવાજા ત્યાંને ત્યાં ખુલી જાય છે.
એક વખત મને રમા તથા તેના સુંદર છ પુત્રોને જોઈ પુરોહિતાણી બેલી અરે આ કેટલા સુંદર બાળકે છે, કે ના હશે તે? અભયારણ કહે તે તે સુદર્શન શેઠના પુત્રો છે. આશ્ચર્ય ચકીત બનેલી પુરોહિતાણે અભયારાણીને આખો પ્રસંગ વર્ણવે છે. વાત વટે ચડી એટલે અભયારાણું બેલી કે નકકી મારે હવે આ પુરૂષને વશ કરી કામગનું સેવન કરવું.
એક વખત સુદર્શન શેઠ પૌષધ લઈને પૌષધશાળામાં રહેલા છે. અભયારાણી પણ માથાના દુઃખાવાનું બહાનું કાઢી મહેલમાં રહી છે. સમગ્ર નગરના જ મહોત્સવ પ્રસંગે નગરની બહાર ગયા છે. બધાજ સાનુકૂળ સંગ સાધી અભયારાણીએ રાજસેવક મારફતે પૌષધમાં રહેલા શેઠને સીધાં મહેલમાં ઉઠાવી લાવ્યા.
અભયાએ સુદર્શન પાસે સીધી જ કામગની માંગણી કરી. પણ સુદર્શન શેઠ તે કાર્યોત્સર્ગ કરી અડોલ ઉભા રહી ગયા. રાણ આગળ વધી સુદર્શનના શરીરને આલીંગન કરી પોતાનું આખું શરીર ચાંપી દીધું છતાં જેને શાશ્વત સુખનો ઉપાય હાથમાં આવી ગયે છે તેવા સુદર્શન શેઠ ચલાયમાન ન થયા. એટલે રાણી તેને રાજ્ય અપાવવાની લાલચ આપે છે. પણ સ્વદાર સંતોષ વ્રતમાં અડગ શેઠ સ્થિર રહેલા જાણે બુમાબુમ મચાવી સુદર્શનને પકડાવી દે છે.
રાજાને વિશ્વાસ નથી બેસતો કે આ શેઠ કદી આવી હલકી મનેવૃત્તિના હોઈ શકે. વારંવાર પ્રશ્ન કરવા છતાં શેઠ મૌન જ રહે છે ત્યારે રાજા શેઠને ફાંસીની સજા જાહેર કરી દીધી છતાં સુદર્શન શેઠ મૌન જ છે.
મને રમાને સમાચાર મળ્યા. પિતાના પતિ ઉપર સંપૂર્ણ વિશ્વાસ