________________
६४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
શ્રાવકે કહે અમે તો આવા બાલ બ્રહ્મચારી દંપતી કદી જોયા સાંભળ્યા નથી.
કેટલો કાબુ હશે બને ને? શીલવતની કેવી સુંદર આરાધના કરેલી હશે અને પતિપત્નીએ કે લાખ સાધમકને ભજન કરાવવા જેટલું પુણ્ય માત્ર આ દંપતિને જમાડવાથી થાય તેમ જણાવ્યું.
આ તે સંપૂર્ણ ચતુર્થ વ્રત ગ્રહણ કરવાનું દષ્ટાન જણાવ્યું. શ્રાવક સર્વથા તે કદાચ ન પણ ગ્રહણ કરી શકે. તે પણ સ્વદા સંતેષ રૂપ દેશવિરતિ વ્રત તે ગ્રહણ કરી શકે ને ?
તમે ચાદ નિયમ ધારો છે ને? અરે કંઈ નહીં ચૌદ નિયમ જાણે તે છે ને? સચિત્ત દવ વિગઈ. વગેરે તેમાં અગીયારમે નિયમ છે ઘમ, વંમ એટલે બ્રહ્મચર્ય, આ નિયમની ધારણા દિવસ અને રાત્રીના રેજ અલગ અલગ કરવાની હોય છે. તેમાં માત્ર આ નિયમ આજે પળાશે કે નહી તેટલું જ ધારવાનું હોય છે, સ્વદારા સંતોષ વ્રતના પાલન માટે આ રીતે રોજ ધારણ કરશે તે મનને ટેવ પડશે. કારણ કે એક દિવસ તે બધું જ છોડવાનું છે. તે કેમ કરીને છોડશે?
તમને થશે કે એક ચતુર્થ વ્રત પણ આટલે બધે ભાર મુકવાનું કારણ શું ? શાસ્ત્રમાં તો અહિંસા વ્રત મુખ્ય કહ્યું છે. બાકીના ચાર તે તે તેમની વાડ સમાન છે.
ચતુર્થ વ્રત શાશ્વત સુખનો ઉપાય છે. તેની સક્ઝાયમાં પણ કહ્યું છે કે,
ચેથા વ્રતને રે સમુદ્રની ઉપમા બીજા નદી રે સમાન ઉત્તરાધ્યયને રે તે બત્રીશમેં ઈમ ભાખે વર્ધમાન,
ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીશમાં અધ્યયનમાં પ્રભુ વીર પરમાત્માએ પણ ફરમાવેલ છે કે ચોથું વ્રત સમુદ્ર સમાન છે જ્યારે બાકીના ચારે નદીઓ સમાન છે. એક માત્ર ચોથા વ્રતનો ભંગ કરે તે બાકીના ચારેને ભંગ થઈ જાય છે. બીજુ અન્ય ચારે વ્રતમાં કઈને કઈ અપવાદ મુકેલા છે. કેવળ ચતુર્થ વ્રતમાં કોઈ જ અપવાદ મૂક્યો નથી.
એક વ્યક્તિએ ચોથું વ્રત દેશથી કે સર્વથી અંગીકાર કર્યું. આવે બ્રહ્મચર્ય વ્રતી મન વચન કે કાયાથી કુશીલ સેવન કરે તે