________________
૬૦
શાશ્વત સુખને ઉપાય
કેમકે વિષય સેવનમાં અલ્પ સુખ છે અને દુઃખ લાંબા કાળનું છે. મૈથુન સેવનથી કં૫–ખેદ ભ્રમ-મૂછ–ગ્લાનિ–ક્ષય વગેરે રોગ થાય છે. ઉપદેશ માળામાં તે ત્યાં સુધી જણાવેલ છે કે જેમ ખસના રોગવાળા મનુષ્યને ખંજવાળ આવે ત્યારે શરૂઆતમાં સુખ માને છે. પણ તેને પરિણામે તે દુઃખરૂપ બને છે. તે રીતે મેહાતુર પુરુષ વિષયરૂપ સુખને પરિણામે દારૂણ દુઃખરૂપ હોવા છતાં સુખરૂપ માને છે.
ત્યાં સુધી શાસ્ત્રમાં ફરમાવેલ છે કે–“હે ગૌતમ પરસ્ત્રીને સેવવાથી પ્રાણી સાત વાર સાતમી નરકે જાય છે.” અરે પરે સ્ત્રી સાથે કરેલા આંખના મીંચકા જેટલા હજાર કપ સુધી તે જીવ નરકાગ્ની વડે પચાય છે.
सदा रुवा रसा गधा फासाग पवियारणा સ્ત્રી સાથે સમાગમ એટલે કે માત્ર સ્પર્શેન્દ્રિયના સુખથી વિરમવાનું એટલું જ ન સમજતા. મૈથુન વિરમણમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પાંચે બાબતેમાં વિરમવાનું છે. સ્ત્રી સ્વર સાંભળીને કે તેનું રમણીય રૂપ જોઈને તેના કમલ જેવા શ્વાચ્છવાસ કે સ્પર્શ પ્રત્યેક વિષયમાંથી વિમવું તે અર્થ થી ચતુર્થવ્રતને આદરવા પ્રયત્ન શીલ બનવું, કેમકે શાશ્વત સુખને ઉપાય તે સર્વથા મિથુન વિરમણ વ્રત જ છે.
જિનદાસ નિયમને એગ્ય રીતે પાળે છે, તેના લગ્ન થયા સોહાગ દેવી સાથે પરણીને પ્રથમ સત્રીએ વાત થઈ કે મારે એકાંતર બ્રહ્મચર્ય પાલનને નિયમ છે, સેહાગ દેવીએ પણ બાલ્યાવસ્થામાં જ એકાંતર બ્રહ્મચર્ય પાલનને નિયમ લીધું હતું. પણ બંનેને કમ–પાલનને દિવસ અલગ અલગ આવતો હતે.
સહાગ દેવી જ ઝંખવાણું પડી ગયા. હવે શું કરવું? પિતાના પતિને વિનવણી કરે છે કે હું તે આજીવન શીલ પાળીશ પણ તમે સુખેથી બીજી સ્ત્રી પરણે. ત્યારે જિનદાસે પણ હર્ષથી જણાવ્યું કે ચાલે આ સુવર્ણ અવસર પ્રાપ્ત થયા છે. બંને શાશ્વત સુખનો ઉપાય કરવા માટે આરાધનમય જીવન વીતાવવા સજજ બન્યા. અવસરે દીક્ષા લેવા માટેનું વિચારી ગુરૂ મહારાજ પાસે જઈ આજીવન બ્રહ્મચર્ય લઈ ચતુર્થ વ્રત અંગીકાર કર્યું.