________________
૬૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
જેને સદવાઓ મેદાશો વેમ કહી ગ્રહણ કરે છે. અને શ્રાવક માટે તેને સ્થૂલ મૈથુન વિરમણ વ્રત કહેવાય છે.
મૈથુનથી સર્વથા વિરમણ થવું આવશ્યક ગણ્યું પણ કદાપી તેમ ન થઈ શકે તે તે માટે સ્વદારા સંતેષ શબ્દ વાપર્યો. આ શબ્દ ઘણો જ સૂચક રીતે ગોઠવાયેલ છે. સ્વ એટલે પિતાની દારા એટલે પત્ની અને સંતોષ એટલે તેમાં પણ સારી રીતે અને સમતાપૂર્વક વ્યવહાર કરે. પોતાની પત્ની સાથે મૈથુન વ્યવહાર પણ સંતોષપૂર્વક કર.
મનુસ્મૃતિમાં તે ત્યાં સુધી કહ્યું છે કે કેવળ પોતાના જેવી પ્રજાને ઉત્પન્ન કરી વંશવેલો ટકાવવા પુરતું જ સ્ત્રી-પુરુષે સંગ કરે.
ઉપદેશ પ્રાસાદના વ્યાખ્યાન ૨૧૯માં શ્રીમાન્ વિજય લક્ષમી સૂરિજી મહારાજા ચતુર્થ વ્રતના માહાભ્યને વર્ણવતી એક સુંદર કથા વર્ણવે છે.
વસંતપુરમાં શીર્વાકર નામે વ્રતધારી શ્રાવક રહેતું હતું, ત્યાં એક વખત ધર્મદાસ સૂરિજી પધાર્યા. તેને વંદન કરી હર્ષપૂર્વક શીવકર શ્રેષ્ઠી એ કહ્યું કે મારે એક લાખ સાથમીક ભાઈઓને જમાડવાની ઈચ્છા છે પણ તેટલું ઘન મારા પાસે છે નહીં તે મારે કરવું?
ગુરુ મહારાજે કહ્યું તું મુનિ સુવ્રત સ્વામીને વંદન કરવા ભરૂચ જા. ત્યાં જિનદાસ નામને એક શ્રાવક રહે છે. તેને સૌભાગ્ય દેવી નામે પત્ની છે. તે પતિ-પત્નીને તારી સર્વ શક્તિ એ કરીને ભજન અલંકાર વગેરે આપીને પ્રસન્ન કર. તેના વાત્સલ્યથી તને લાખ સાધમીને ભોજન કરાવ્યા જેટલું પુણ્ય થશે.'
આ પ્રમાણે તેણે ગુરુ મહારાજનું વચન અંગીકાર કર્યું. ભરૂચ પહોંચી અશન–પાનાદિક વડે જિનદાસ સોહાગદેવીની ભક્તિ કરી પહેરામણ કરી. પછી ગામમાં જઈને વાત કરી. હું તે જ્ઞાની ગુરૂ ભગવંતના આદેશથી અહીં આવેલે પણ મેં એ પૂછ્યું નહીં કે જિનદાસ–સહાગ દેવીની ભક્તિ કરવાનું કેમ જણાવ્યું?
ગામના શ્રાવકેએ જવાબ આપ્યો કે આ જિનદાસ સાત વર્ષને હતું ત્યારે ઉપાશ્રયમાં એક દિવસ શીટોશ માં નું વ્યાખ્યાન સાંભળી એકાંતર બ્રહ્મચર્ય પાલનને નિયમ લીધો હતો.