________________
(૪૨) શીલચતુર્થ વ્રત
-શાશ્વત સુખને ઉપાય
येषां मुक्ति ध्रुर्व भावि शीलं चरति तेऽपि हि
तदा संसार जीवानां कार्योऽजस्र' तदादर : જેઓની મુક્તિ તુરંત જ થવાની છે. તેઓ પણ શીલને આચરે છે માટે સંસારી જીએ શીલ પાળવામાં હંમેશાં આદર કરે.
શીલ શબ્દોના વિવિધ અર્થોમાં એક અર્થ કહ્યો ફ્રી બ્રહ્માઈમ શીલ એટલે બ્રહ્મચર્ય, એક વ્યક્તિ કરોડો સુવર્ણ મુદ્રાનું સુપાત્રદાન આપે, બીજે સેના અને રત્નોથી જડીત તીર્થંકર પ્રભુનું મંદિર બનાવે તે બંને કરતાં પણ શુદ્ધ મનથી શીલ–બ્રહ્મચર્યના પાલનને વધુ મહત્ત્વ આપ્યું છે. કેમ કે સુપાત્રદાન કે જિનમંદિર એ દ્રવ્ય પૂજા છે જ્યારે શીલપાલન એ ભાવ પૂજા છે, દ્રવ્ય પૂજા કરતા ભાવપૂજાનું સ્થાન ઊચું હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ સળમાં અધ્યયનમાં કહ્યું છે.
देव दाणव गंधव्वा, जक्ख रक्खस किन्नरा
बंभयारिं नमसति दुक्कर' जे करंति ते દેવ, દાનવ, ગંધર્વો ચ, રાક્ષસો અને કિન્નરો પણ બ્રહ્મચારીને નમે છે. કે જેઓ દેને પણ દુષ્કર એવું બ્રહ્મચર્ય પાળે છે.
રામકૃષ્ણ પરમહંસે માતા કાલિના ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરેલી, લગ્ન કરવા કઈ ઈચ્છા જ નહોતી. છતાં જ્યારે તેના લગ્ન થયા ત્યારે શારદામણ દેવીને પ્રથમ રાત્રીએ જ માતા માનીને મા શારદામણ દેવી કહેવાનું શરૂ કર્યું, જેથી પોતાને દેહ વિષય વાસનાથી અપવિત્ર ન થાય, આ રીતે આજીવન તે પતિપત્ની શીલબદ્ધ રહી કાલી માતાની ભક્તિમાં સંલગ્ન બન્યા.
આ છે શીલવતને ચતુર્થ વ્રત સાથે સંબંધ, સાધુ-સાધ્વી