________________
અભિનવ ઉપદેશ પ્રાસાદશીલરૂપી અમૂલ્ય ઘરેણું ધારણ કરનાર બપ્પભટ્ટસૂરિજીને સમગ્ર રાત્રિમાં પણ નર્તકી લાયમાન કરી શકી નહીં. દશમાં અંગમાં રે શીયલી વખાણીયું
સકલ ધરમમાં રે સાર કાંતિ વિજય મુનિ એણું પેરે ભણે
શીયળ પાળો નરનાર એવા મુનિવરને પાયે નમું પાળે શીયળ ઉદાર
સામાજિક રીતે વિચારો તે પણ સાધુવર્ગને સમસ્ત વિશ્વ કુટુંબ સમાન છે. તેથી જ એક સ્ત્રીમાં પોતાને પ્રેમ કે વાત્સલ્ય કેન્દ્રિત ન કરતાં જગતની તમામ માતા-બહેને, અરે સમસ્ત પ્રાણ પ્રત્યે પ્રેમવાત્સલ્ય દાખવવું જોઈએ.
આવા જ કારણોથી સાધુ-સાદવીજીઓને સ્થળ સંતાન ઉત્પત્તિને બદલે સંપૂર્ણ બ્રહ્મચર્યની અનિવાર્યતા જણાવી, જેથી તેઓ કોઈ એક—બે બાળકને બદલે વિશ્વ સંતાનનું નિર્માણ કરી શકે, ધર્મ પુત્રો આપી શકે.
તેથી આપ સૌ શીલ દ્વારા સમાજના વિશ્વાસ્ય કેન્દ્ર સમા બની. શીલની ચેટી પર પહોંચી અનંત વીર્યના ધારક એવા સિદ્ધ પરમાત્મા બનો.
શ્રાવક પણ દેશવિરતિમાંથી સર્વવિરતિ તરફ ગતિમાન બની સમાજમાં શીલને આદર્શ પુરા પાડનારા થાય ત્યારે જ–
શીલ–અમૂલ્ય ઘરેણું રૂપ સાબીત થઈ શકશે. શીલવાન બની શ્રાવકના બારમાં કર્તવરની પરિપાલના થકી જિનાજ્ઞાનું પાલનહાર, બને તેજ અભ્યર્થના.