________________
અમૂલ્ય ઘરેણું મેં જે શીલવતનું ખંડન ન કર્યું હોય તે આ દરવાજા ખૂલી જાઓ. તેમ કહેતા તેણે કાચા સુતરની ચારણીમાં રહેલું પાણી છાંટયું અને દરવાજા ઉઘડી ગયા. સુભદ્રાથી આ અસાધારણ કામ થયું તેનું કારણ શું? શીલને પ્રભાવ.
ऐश्वर्य राज राजोऽपि रुपमीन ध्वजोऽपि च सीतया रावणश्चेव त्याज्यो नार्या नरः परः
શીલરૂપી અમૂલ્ય ઘરેણું ધારણ કરનાર ઉત્તમ સ્ત્રીઓએ એશ્વર્ય વડે ચક્રવતી જે અને રૂપ વડે કામદેવ જેવો હોય તો પણ જેમ સીતાએ પરપુરુષ એવા રાવણને ત્યાગ કર્યો તેમ પરપુરુષને તજ જોઈએ.
શીલના આવા ઉત્તમોત્તમ પાલન થકી સતિસુભદ્રા અંતે દીક્ષા લઈમેક્ષગામી બન્યા.
શીલને અર્થ કર્યો બ્રહ્મચર્ય. વ્રહ્મ પતિ બ્રહ્મ–આમામાં રમણતા. એટલે માત્ર વિષય જ નહીં કષાય, હિંસા, અસત્ય, ચોરી, પરિગ્રહ બધાંને લોપ થઈ જવાના. આમા એક ક્ષણ માટે પણ સ્વભાવમાંથી પરભાવ દશામાં ન જાય તે જ બ્રહ્મચર્ય. આ છે શીલને અતિ વ્યાપક અર્થ. તેમાં સ્વાભાવિક પાંચે ઈન્દ્રિયને નિગ્રહ સમાવિષ્ટ છે.
જનનેન્દ્રિયને નિહ કે મૈથુન વિરમણ તે તે બ્રહ્મચર્યને સામાન્ય અર્થ છે. પરંતુ વિશાળ અર્થ માં સ્પર્શેનિદ્રય ઉપરાંત રસવ્રણ–ચક્ષુ-શ્રૌત્ર ચારે ઈન્દ્રિયને નિગ્રહ જરૂરી છે.
મઘ-માંસ આદિ પદાર્થો કામને ઉરોજે, સુગંધી પદાર્થો કામને ઉરોજે, કઈ દશ્ય આંખમાંથી મનમાં પ્રવેશતા જ કામને ઉત્પન્ન કરી દે તે તે પણ અબ્રહ્મ સેવન જ છે.
અધ્યાત્મ કલ્પદ્રુમમાં રમણીય સ્ત્રીઓ તરફથી નજર ફેરવી લેવાનું જણાવતા લખ્યું.
“હે જીવ!ચાંમળા-હાડકાં–મજજા-ચરબી–આંતરડા–લોહી-માંસવિષ્ટા–અસ્થિર પુદગલોનો સમુહ સ્ત્રીના આકારરૂપે પરીણમેલ છે. સ્ત્રીનું બહારથી દેખાતું સૌંદર્ય અંદર જાય અને અંદરનું સૌંદર્ય જે બહાર આવશે તો તેમાં મળ અને કૃમિઓને સમુહ જ દેખાવાને માટે રે મૂઢ તેમાં શા માટે મેહાંધ બને છે.”