________________
અમૂલ્ય ઘરેણું
એશ્વર્યનું આભુષણ સૌજન્ય છે, શૌર્યનું આભુષણ છે વાણુને સંચમ, જ્ઞાનનું આભુષણ ઉપશમ છે અને શ્રુતનું આભુષણ છે વિનય. ધનનું આભુષણ છે સુપાત્રે વ્યય, તપસ્યાનું આભુષણ છે અધ. પણ બધા ગુણોનું જે કઈ આભુષણ હોય તો તે છે શીલ. તેથી શીલને અમૂલ્ય ઘરેણું કહ્યું છે.
સમગ્ર કુટુમ્બ, નગર, રાષ્ટ્ર અને વિશ્વ સવે શીલધર્મ ઉપર ટકેલા છે. તેથી જ કહે છે કે
शील रतन सबसे बडो सब रत्नो की खान
तीन लोक की संपदा रही शील में आन આજકાલ ચમત્કારોના યુગમાં સમગ્ર ભૌતિક જગત અટવાયું છે. ત્યારે શીલને ચમત્કાર સૌથી મટે છે તે વાત જ વિસરાઈ ગઈ છે.
જુઓ સતી સીતાના શીલ પાસે આગ પાણી થઈ ગયું અને શીલવાન હનુમાનના આદેશથી લંકાના અફાટ સમુદ્ર નાની નદી જેવો બની ગયો. દ્રૌપદીના સતીત્વના પ્રભાવે સૌધર્મેન્દ્રનું વિમાન અટકી ગયું હતું.
સ્વામી રામતીર્થના જીવનને એક પ્રસંગ ઇતિહાસકારે નો છે. તેણે હિમાલયની બફલી ચટ્ટાનને હુકમ કર્યો કે “અરે ઓ હિમાલયની બફીલી ચટ્ટાને શહેનશાહ રામતીર્થ તમને ખસી જવાને આદેશ આપે છે. ખરેખર તે ચટ્ટાને તુરંત જ પીગળવા લાગી. ત્યારે આપણે ભતૃહરીને શ્લોક યાદ આવે છે.
वह्निस्तस्य जलायते जलनिधिः कूल्यायते तत्क्षणात् मेरुः स्वल्प शिलायते मृगपतिः सद्यः कुरंगायते व्यालोमाल्य गुणायते विषरसः पीयूष वर्षायते
यस्याङ्गेऽखिल लोक वल्लभतरं शील समुन्मीलति જેના અંગેઅંગમાં સમગ્ર લેકનું અતિ વલ્લભ શીલ ઓતપ્રેત છે. તેને માટે અગ્નિ પણ બની જાય છે. સમુદ્ર નાની નદી બની જાય છે. મેરુ પર્વત નાની શીલા થઈ જાય છે. સિંહ શીવ્ર હરણની જેમ વ્યવહાર કરે છે. સર્પ ફૂલની માળા બની જાય છે અને વિષ પણ અમૃત બની જાય છે.
ખરેખર શીલમાં અપૂર્વ સત્વ છે.