________________
૫૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
સાંજને સમય હતો. જીવાણું ગામથી વહુને ગાડે બેસાડીને થાનિયાણાને કાળો પટેલ હાલ્યો આવતો તે. વહુના હેમવરણ રૂપ, સાગના સેટા જેવી કાયા, સસરાને મલાજો જાળવવા પુતળીની જેમ ગાડામાં બડાઈ ગઈ હતી. સાંજ ઢળતા નદીમાંથી ગાડું સામે કાંઠે તે પુગી ગ્યું, પણ એક બળદ બેસી ગયે તે ઉભે ન થાય.
ગાડામાંથી ઉતરીને આડે છેડે કરતાં વહુ બેલી. આતા ! બળદને બેઠે કરો ત્યાં હું હાથપગ ધોઈ લઉં. હજી તે પટેલ એક-બે માણસો બેલાવીને દાખડો કરે છે. ત્યાં તે વહુની રાડ સંભળાઈ.
આભમાંથી અંધારાના ઓળા ઉતરી ગયા હતા. પટેલ અને ગામના બે ત્રણ બેડું દેડ્યા. વહુની લાજ લુંટી ભાગતા જણનું કાંડુ પટેલે પકડયું. પણ તાડીયાના તેજે જણને ઓળખતાં જ પટેલ ઓઝપાઈ ગયા.
અંગની આગ ઠરી ગઈ. ખેડું ગામમાં ગરી ગ્યા. બનાવને નજરે નજર નિરખનારના તો મેઢા સીવાઈ ગયા. પણ વાવ્યું કંઈ દાબી થોડી દબાય. તે તે વહેતી થઈ ગઈ ગામમાં, ધીરે ધીરે સંઘાયને ખબરું પડવા લાગી. દેવા મહિયાને પણ ખબર પડી કે કાળા પટેલની વહુની આબરુ લુંટાણું.
તે દી' ગામના ટીંબે દેવા મહિયાને દરબાર, દેવ એટલે દેવતાઈ પુરુષ. દાને અને દિલાવર. આબરુ લુંટાણુના સમાચાર મળતાં જ તેને
કે ઠરી ગયે, કાનની બુંટ રાતી થઈ ગઈ. દરબાર ભરાણે. કાળાને બેલાવ્યો ત્રાડ નાખી દેવા મહિયાએ, કાળા વહુની લાજ કેણે લુંટી. કાળો પટેલ બેલ નથી. નીચે મેઢે ઉભે છે. કહું છું “બલી-નાંખ.”
બાપુ થનારું થઈ ગયું. હવે તેમાં કંઈ મિનમેખ નથી થાવાને. દેવામહિયાએ પોતાને ગળે તલવાર મુકી, સેપો પડી ગયે. કાળાથી બોલાઈ ગયું હશે બાપુ કુંવરથી છોકરમત્ય થઈ ગઈ. ખલાસ–દેવા મહિયા બોલ્યો બસ વંશ વેલ વીંટાવાની બીકે બોલતે નતે કાળા.
કુંવરને ઉંઘતે જ ઉઠાવી લેવા. દેવાની તલવાર તેલાણી. કુંવરનું માથું ઝાટકે નાખું થઈ ગયું.
આ છે આર્ય સંસ્કૃતિના શીલ-બ્રહ્મચર્યનું મહત્ત્વ, શીલને મહિમા ગાતા શ્રી ભતૃહરિએ કીધું છે કે