________________
૫૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
માટે મંત્રીવર તમે પૌષધશાળા બનાવે. શાંતમંત્રીએ પણ વસતિદાનની મહત્તા સ્વીકારી, તેને થયું કે પૂર્વે પણ જયંતિ શ્રાવિકા ઉત્પલમાલા, અવંતિ સુકમાલ વગેરેને વસતિદાનના પ્રભાવે ઇચ્છિત સ્થાને પ્રાપ્ત થયા છે.
મેઘકુમારે પૂર્વે માત્ર સસલાને સ્થાન દાન કર્યું તે રાજાને કુંવર બન્યું અને નમુચિએ સાધુના આશ્રયને વિરોધ કર્યો, મૃત્યુને ભેટ. એટલે જ કહેવાય છે કે જે સર્વ સિદ્ધિરૂપી સ્ત્રીની વરમાળા જેવી પૌષધશાળા કરાવે છે. તે સમ્યવરૂપ બીજની વિશાળ અને નિર્મળ લક્ષ્મી મેળવે છે. શાંતુમંત્રીએ ઘરને પૌષધશાળા રૂપે અર્પણ કર્યું.
ખરેખર વસતિદાન કરનારા જ નહીં પણ તેની અનમેદના કરનારને પણ ધન્ય છે. ખરેખર તે રાજા, તે દેશ, નગર, તે ભુવન, તે ગૃહપતિ ને ધન્ય છે. જ્યાં અનેક વિધ અનુગ્રહધારી મુનિ વિચરે છે” એ રીતે ઉત્તમ અનુમોદના કરે છે. માટે વસતિદાન કરવું. વસતિ આપી તે બધું આપ્યું. તે યાદ રાખે એટલે આપે તે બધું આપ્યું.
S