________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
બાંધેલી જેને ઘંટારવ તે તે વેળા જણાવતો જેથી સાધુઓને સમયને ખ્યાલ રહે.
પ્રશ્ન:- આ સાત માંડલી કઈ કઈ ?
(૧) સૂત્ર – સ્વાધ્યાય માંડલી. સામાન્ય રીતે દિવસ અને રાત્રિના પ્રથમ તથા અંતિમ પૌરુષી સ્વાધ્યાય કરવાનો હોય છે. તેથી તેના સમયની માહિતી જરૂરી બને છે.
(૨) અર્થ માંડલી - સામાન્ય રીતે બીજી અર્થ પૌરૂષી ગણાય છે. સૂત્ર તે ભણ્યા, પછી અર્થની સમજણ અને જાણકારી માટે પણ સમય ફાળવો પડે ને ?
(૩) ભજન માંડલી :- મૂળ શાસ્ત્રીય વિધિ એ રીતે હતી કે ત્રીજે પ્રહર આહાર વિહાર-નિહાર માટે હતું તેથી આહારના અવસરની જાણ માટે આહાર માંડલી રાખી. .
(૪) કાલ (કાળ પ્રવેદન) :- વર્તમાન કાલે સાધુ મહાત્મા ચોદવહન કરે ત્યારે કાલ પણની ક્રિયા કરે છે.
(૫) આવશ્યક :- ઉભકાલ પ્રતિકમણની ક્રિયા કરવાને પણ નિર્ધારીત સમય હોય છે. તેની આચરણ માટે આવશ્યક માંડલી રાખી.
(૬) સ્વાધ્યાય (સજજઝાય પરડવવી):- આ બાબત પણ ગોદવહન કરનાર સાધુઓને જ વિશેષ ખ્યાલ હોય છે. સવારે જોગ ની ક્રિયામાં પહેલાં સઝાય પરઠવવાની ક્રિયા કરવાની હોય છે.
(૭) સંસ્તારક (સંથારા) માંડલી :- રાત્રિના સમયે પ્રથમ પ્રહરને અંતે સંથારા પરિસી વિધિ બાદ શયન કરે તે સંતારક.
આવી સાત પ્રકારની માંડલી ના સમયની જાણ માટે આમ રાજાએ ઘંટા બાંધેલી, પૌષધશાળાને વ્યાખ્યાન મંડપ ત્રણ લાખ દ્રવ્ય ખચીને બનાવેલા હતા, તેમાં જ્યોતિરૂપ મણીમય શિલાઓનું આચ્છાદન કરાવેલું અને ચંદ્રકાન્ત મણીથી તળીયું બાંધેલું હતું, જેથી બાર સૂર્યને જેટલું તેજ પડતું. રાત્રે પણ સર્વ અધિકાર હણવાથી અક્ષર વાંચી શકાતા.
* સૂક્ષમ-આદર જીની વિરાધના ન થાય છતાં સાધુ સાધ્વીજી રાત દિવસ સ્વાધ્યાયમાં લીન રહી શકે તે માટે સર્વસુલભતા ત્યાં કરાયેલી હતી.