________________
ઓટલે આ
તે બધું આપ્યું
-
૪૫
આ તરફ આચાર્ય મહારાજનું ચાતુર્માસ પૂર્ણ થયું. વિહાર કર્યો ત્યારે વંકચૂલ પણ પોતાના મૂળ સંસ્કાર અનુસાર આચાર્ય મહારાજને વળાવવા ચાલ્ય; તેની સીમા પુરી થઈ એટલે આચાર્ય મહારાજે કહ્યું કે વંકચૂલ, હવે તારી હદ અહીં પુરી થાય છે. હવે અમે ઉપદેશ આપી. શકીએ છીએ.
તને સાવ સામાન્ય ચાર નિયમે આપવાની ઈચ્છા છે, તે તું ગ્રહણ કરે તે સારું. વંકચૂલ કહે મારેથી થઈ શકે તેમ હોય તો હું આ નિયમ જરૂર ગ્રહણ કરીશ, આચાર્ય મહારાજે તેને નિયમ બતાવ્યા.
(૧) અજાણ્ય ફળ ખાવું નહીં. (૨) કેઈને મારતા પહેલાં સાત ડગલાં પાછળ હઠવું. (૩) રાજાની પટ્ટરાણ સાથે વિષય સેવન ન કરવું. (૪) કાગડાંનું માંસ ન ખાવું.
વંકચૂલને થયું કે આ ચારે નિયમ તે સુલભ છે. તેથી આચાર્ય મહારાજને નમસ્કાર કરી નિયમે ગ્રહણ કરી તે પાછો ફર્યો. - વંકચૂલ તેના સાથીઓને લઈને ધાડ પાળવા ગયેલ હતું. પાછે ફરતા રસ્તે ભૂલી ગયે, થાક પણ લાગ્યો હતો, ભુખ લાગી હતી, ખૂબ જ સુંદર મજાના ફળ જોઈ બધાંને ખાવા માટે ઈચ્છા થઈ. વંકચૂલને યાદ આવ્યું કે અજાણ્યા ફળ ન ખાવાને તેને નિયમ છે. તેણે ભુખ સહન કરી. ફળ ખાનારા બધાં ચાર મૃત્યુ પામ્યા કેમ કે તે કિં પાક વૃક્ષના ઝેરી ફળો હતા,
વંકચૂલને જે જીવતદાન મળ્યું તે તેના પ્રભાવે – વસતિદાનના – વસતિ એટલે રહેવા માટે અપાયેલી જગ્યા–સ્થાન.
ગપગિરિમાં શ્રી બપ્પભટ્ટ સૂરિના પ્રતિબંધથી આમ રાજાએ એક એક હજાર થાંભલાવાળી પૌષધશાળાનું નિર્માણ કરેલું જેથી શ્રાવકે ધર્મ આરાધના કરી શકે અને સાધુને નિર્દોષ વસતિ–સ્થાન પ્રાપ્ત થાય. જે પૌષધશાળામાં સાધુ તથા શ્રાવકને સુગમ પ્રવેશ અને નિર્ગમન થઈ શકે તે માટે ત્રણ ઉત્તમ દ્વારા બનાવેલા હતા, પઠ્ઠશાળામાં દરના ભાગમાં બેઠેલા સાધુઓને પડિલેહણ તથા સ્વાધ્યાય વગેરે સાત માંડલીની વેળા જાણી શકે તે હેતુથી મધ્ય સ્તંભમાં એક મોટી ઘંટા