________________
४४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ભૌતિક ફળને દર્શાવતા શાસ્ત્રકાર મહર્ષિ જણાવે કે વંકચૂલે શરતથી કરેલ વસતિદાન પણ તેને આ લેકમાં અત્યંત ફળદાયી બનવા ઉપરાંત જીવનદાયી બન્યું. ' ઢીપુરી નામે નગરી હતી, ત્યાં વિમલચશ નામને રાજા રાજ્ય કરે. તેને પુષ્પગુલ નામે એક પુત્ર હતા અને પુષ્યચુલા નામે પુત્રી, સંતાન તે માત્ર બે જ હતા પણ ભાવથી જ ઉલઠ એવા પુષ્પ ચુલને નગરમાં સૌ વંકચૂલ કહીને બોલાવતા, પુષ્પગુલને ચોરી–જારી આદિ ઘણું વ્યસને હતા.
મહાજનની ફરિયાદ વધવા લાગી એટલે વિમલયશ રાજાએ કુછંદે ચડેલા વંકચૂલને નગર બહાર કાઢી મુકયે. વંકચૂલ પ્રત્યેના અતિ સ્નેહને વશ થઈ તેની પત્ની તથા બહેન પુપચુલા બને તેની સાથે નગરની બહાર નીકળી ગયા, તે ભિલ્લેની પહેલીમાં પહોંચ્યા. ત્યાં તેના શૌર્ય અને વીરતા જોઈ લોકોએ તેને પલિપતિ તરીકે સ્થા.
સાર્થથી ભ્રષ્ટ થયેલા અને અટવીમાં ભૂલા પડી ગયેલા કઈ આચાર્ય સિંહગુફા નામે પલ્લીમાં પધાર્યા, વર્ષાકાળ થઈ ગયો હતો. તેથી તેણે રહેવા માટે વંકચૂલ પાસે વસતિની યાચના કરી. વંકચૂલ કહે તમે જે મારા સીમાડામાં કેઈને ધર્મને ઉપદેશ ન આપવાનું કબુલ કરતા હો તે તમને અહીં રહેવા માટેની જગ્યા આપું.
આચાર્ય મહારાજે વંકચૂલની વાત કબૂલ રાખી પણ સામે પક્ષે વંકચૂલને પણ જણાવ્યું કે અમે અહીં રહીએ ત્યાં સુધી આ પલ્લીમાં કોઈએ જીવ વધ કરવો નહીં. વંકચૂલે પણ તે વાત કબૂલ કરી.
એટલે આ તે બધું આપ્યું આચાર્ય મહારાજ મન પૂર્વક ચાતુર્માસ વિતાવી રહ્યા છે. પોતાની આરાધના અને ધર્મધ્યાનમાં સમય પસાર કરી રહ્યા છે.
શ્રાદ્ધ દિન કૃત્યમાં ૧લ્મમાં શ્લોકમાં વસતિદાનના મહત્વને વર્ણવતા લખે છે, મુનિને વસતિનું દાન આપનાર સ્વર્ગમાંથી વીને પણ મનુષ્ય પણમાં અન્યૂન સુખ પામે છે, દીર્ધ આયુષ્ય પામે છે, તેનું અપમૃત્યુ થતું નથી, તે સમક્તિ દૃષ્ટિવાળ બને છે. લેક તેનું વચન ગ્રહણ કરે એવા આદેય નામકર્મવાળા થાય છે. તેમજ વિશાળ લક્ષમીયુક્ત ઋદ્ધિવંત બને છે. માટે શ્રાવકે વસતિદાન કરવાનું લક્ષ રાખવું.