________________
ભાવે દીજે દાન
૩૯ રહ્યું છે. તે સંજ્ઞાથી રામમુનિને બધી સૂચના આપતે આ રીતે રામમુનિએ સે વર્ષ સુધી તીવ્ર તપ કરી સાઈઠ માસખમણ અને ચાર માસી તપ કર્યા.
એક વખત કાષ્ઠ ઈચ્છ રથકાર વનમાં આવ્યો. તે વનમાં અડધું કાપેલ વૃક્ષ જેમનું તેમ રહેવા દઈને મધ્યાહને ભેજનાથે બેઠો. તે સમયે મૃગે તેને જા. મુનિને સંજ્ઞા વડે જણાવતાં મા ખમણના તપસ્વી મુનિરાજ વહેરવા ત્યાં ગયા. રથકારે ભાવશુદ્ધિપૂર્વક દાન આપતા મનમાં ચિંતવ્યું કે હું ધન્ય છું. કૃતપુણ્ય છું. ' " આ સમયે મૃગે પણ ઉંચું મુખ કરીને રામમુનિ તથા રથકારને જોતાં વિચાર્યું કે અરે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયેલા મને ધિક્કાર છે. કેમકે હું દીક્ષા પણ લઈ શકતા નથી કે દાન પણ આપી શકતા નથી.
ધન્ય છે આ તપસ્વી મહાત્માને, ધન્ય છે ભાવથી સુપાત્રદાન કપ્તાં રથકારને. બસ તે સમયે અડધા કપાયેલા વૃક્ષની ડાળી તુટી ત્રણે મૃત્યુ પામી એક સાથે દેવપણે ઉત્પન્ન થયા. માટે આજનાં પરિશીલનને તાત્પર્ય અર્થ જણાવતાં કહ્યું ભાવે દીજે દાન
પ્રશ્ન : રાજાઓએ સુપાત્રદાન કઈ રીતે કરવું ? ભાવે દીજે દાનની વાત સ્વીકાર્ય. દાન અને તપની અનુમોદનાથી સ્વર્ગની પ્રાપ્તિ થઈ તે પણ કબુલ, પણ મુનિઓને રાજપિંડ તે કલ્પ નહીં પછી રાજા “ભાવે દીજે દાન” ઉક્તિ મુજબ સુપાત્રદાન કઈ રીતે આપે? સમાધાન :
राजपिडन गृहणति आद्यांतिम जिनर्षयः
भूयास्तदा वितन्वति श्राद्धादिभक्तिमन्वह તે વખતના રાજાએ શ્રાવક વગેરેની ભક્તિ કરીને દાન ધર્મની આરાધના કરે છે. જે રીતે ભરત મહારાજા અતિથિ વ્રતને પાળવા શ્રાવકને જમાડીને ભક્તિ કરતા હતા. કુમારપાળ મહારાજ પણ હેમચંદ્રાચાર્યજીથી પ્રતિબોધ પામીને બારવ્રત ગ્રહણ કર્યા બાદ અતિથિ સંવિભાગ વ્રતની પરિપાલન કરવા સાધર્મિક વાત્સલ્ય કરતા હતા.
પણ વર્તમાનકાલે આ પ્રશ્નની વિશેષ ચર્ચા અનાવશ્યક છે.
તમે તે માત્ર ભાવે દીજે દાન ઉક્તિને મહિમા ગ્રહણ કરી સુપાત્રદાન–અભયદાન અનુકંપાદાન–ઉચિતદાન–કીર્તિ દાનની યાત્રા કરતાં