________________
અભિનવ ઉપદેશ પ્રાસાદર
એજ રીતે મુનિદાન કર્યા બાદ કાઈ દીનદુઃખી આંગણે ઉભા હાય તા દાન દેવાને બદલે ધુત્કારી કાઢવા તે પણ ખાટું જ છે. આવા સમયે તમારાં જમાઈ આવી ચડે તે! બહુ મીઠું મીઠું બેાલી ભેજન કરાવવાના કે નહીં ? શકય છે કે ભાવ તા તમને એમાંથી કેાઈ વખતે પણ ન હાય. દીન-દુઃખીને મનમાં એમ થાય કે ચાલેા આ સાધુ સારા છે તેની સાથે મને પણ મળ્યું તા કયારેક તે પામી જશે
ભાવે દીજે દાન ઉક્તિની મહત્તા કેટલી હશે કે મલરામમુનિને વહેરાવતા કાષ્ઠકારને જોઈ ને મૃગને થયુ· ધિક્કાર છે આ તિય `ચપણાને કે હું કંઈ ભક્તિ કરી શકતા નથી. કાષ્ઠકાર વિચારે છે કે ધન્ય છે મુનિને જેએ આવા ઉગ્ર તપ તપે છે, તા મને ભક્તિના લાભ મળ્યા. સુપાત્રદાન દાતા અને અનુમેદન કર્તા મૃગ બંને બલરામ મુનિ સાથે સ્વર્ગે ગયા. આ છે ભાવના મહિમા.
૩.
કૃષ્ણ મહારાજાના મૃત્યુ બાદ આઘાત પામેલા અલરામ છ માસ સુધી કૃષ્ણના મૃતકને ખભે લઈને ફરે છે. તીવ્ર રાગ કેમે કરી તુટતા નથી. ત્યારે બલરામના મિત્ર સિદ્ધાર્થ દેવ તેને પ્રતિબાધ કરવા આવે છે. મિત્ર દેવના પ્રતિબધ થકી બલરામને વૈરાગ્ય ઉત્પન્ન થયા. શ્રી મિનાથ ભગવતે બલરામની ઉત્સુકતા જાણીને ચારણ મુનિને ત્યાં મેાકલ્યા. તેમની પાસે મળદેવે દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષા બાદ તીવ્ર તપસ્યા કરે છે. એક દિવસ પારણે ભિક્ષા માટે આવેલા. તેના રૂપમાં મેહ પામી કાઈ સ્રીએ પાણીના ઘડા ને મદલે માળકના ગળામાં દોરડું નાખી દીધુ. આવું અનુચિત્ત વર્તન જોઈ તે સ્રીને સાવધાન કરી, પછી બલરામ મુનિએ ચિંતવ્યું કે આજથી હવે મારે નગરમાં દીક્ષા લેવા જવું નહીં. પણ કાષ્ઠ લેનારા વનમાં આવે ત્યારે તેમની પાસેથી જે આહાર મળે તે લેવા.
બલરામ મુનિ અરણ્યમાં જ રહે છે. તેનેા સ્વાધ્યાય સાંભળી અનેક વાદ્ય, સર્પ, સિંહ વગેરે પ્રાણીએ સમક્તિ પામ્યાં હતાં અને શ્રાવક વ્રતને પ્રાપ્ત કરેલુ.
તેમાંના એક મૃગ રામઋષના પૂર્વ ભવના મિત્ર છે. ' તેને જાતિ સ્મરણુ જ્ઞાન થયુ. તેથી નજીકમાં કાઈ સાથે વાહ આવે ત્યારે મુનિને ત્યાં લઈ જાય, અશનાદિક પ્રાપ્ત કરાવીને પેાતે વૈયાવચ્ચના લાભ લઈ