________________
૩૭
ભાવે દીજે દાન દેનારની જેવી ભાવના હોય તેવું તેને ફળ મળે છે. જેમ નાગશ્રીએ ધર્મરુચિ અણુગાર જેવા સુપાત્ર સાધુને પણ દુર્ભાવના કે ખાટી ભાવના એ કરીને કડવી તુંબડાનું શાક વહરાવ્યું તે તેને શું ફળ મળ્યું ?
ધર્મરુચિ અણગાર વહેરવા માટે નીકળેલા તે નાગશ્રીને ત્યાં આવ્યા. તે દિવસે નાગશ્રીને ત્યાં ભોજન લેવા દેવર–દેવરાણી સર્વે આવેલ હતા. ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલાથી ભરપુર રસવંતી બનાવેલ હતી. પણ એક તુંબડાનું શાક ચાખ્યું તે કડવું લાગતા થુંકી દીધું અને એક બાજુએ રાખી દીધું.
સાધુ મહારાજને ઘેર પધારેલા જાણી નાગશ્રીએ કડવા તુંબડાનું બધું જ શાક તેના પાતરામાં વહેરાવી દીધું. ધર્મરુચિ ઉપાશ્રયે પહોંચ્યાં. ગુરુ મહારાજને ગોચરી બતાવી. ગંધ પરથી ગુરુ મહારાજે પારખી લીધું કે આ શાક ખાવા ચોગ્ય નથી. ધર્મરુચિને આજ્ઞા ફરમાવી કે આ શાક પરઠવી દે.
ધર્મરુચિએ જોયું કે શાકનું એક બિંદુ માત્ર પડતાં તે સ્થળે કેટલીયે કીડીઓ ગંધથી ખેંચાઈને આવી અને મૃત્યુ પામી. હવે શું કરવું ?
બીજા જીવોને અભયદાન-જીવનદાન કરવાના હેતુથી પોતાના પેટને જ શુદ્ધ અને નિર્જીવ સ્થળ સમજી તેમાં બધું શાક પરઠવી દીધું. ત્યાંજ અનશન કરી મૃત્યુ પામી અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચ્યા.
પણ નાગશ્રીને શું મળ્યું?
વિશાળ ભવભ્રમણ. વનમાં દાવાનળ લાગે તેમાં મૃત્યુ પામી. છઠ્ઠી નરકે ગઈ. પછી એકથી સાતેસાત નારકીમાં બબ્બે વખત ગઈ. અનંતકાળે દ્રૌપદી થઈ.
ભાવે દીજે દાનને – બીજે સંદર્ભ એ છે કે દાન સાંપ્રદાયિકતાના વ્યાહ વગર અપાવું જોઈએ. મારી માન્યતાવાળા સંઘાડાના સાધુ કે અમારી ટેળીના યુવા મોરચાના સભ્ય છે તેવું માનીને કદી દાન ન અપાય.
નમો ટોપ સર મા ની ભાવનાથી કે સાધર્મિક માત્ર મારે બધુ એમ માનીને જ દાન દેવાય છે તે ખરેખર દાન કહેવાય.