________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
રાજાને તત્કાળ વિવેક ઉત્પન્ન થયો. તેણે જીવન પર્યન્ત પ્રાણને વળ ન કરવાને નિયમ લીધે. આવા સન્માગે ચડાવનાર ઉપકારી માણસને અશ્વો તથા ગામ વગેરે આપી ગુરુની જેમ સત્કાર્યો, કેમ કે ઉચિતદાનમાં એક પ્રકારે કર્તવ્ય ભાવના છુપાયેલી છે. - રાજાને માર્ગ દેખાડે છે. તેણે પણ ચારણને ઉચિતદાન કર્યું અને અમે તમને સન્માર્ગે લાવવા વ્રત નિયમની વાત કરીએ તો તમે શું કહે? સાહેબ એ વાત જવાદે, એ તે જેટલું થાય એટલું કરીએતમારે તે ખાલી ઉપદેશ આપવાને છે ને-છતાં કદાચ વધુ આગ્રહ કરીએ તો? બીજે દિવસથી ઉપાશ્રયના બારણું બંધ.
પાંચમું કીર્તિદાન :- જેને સામાન્ય અર્થ કીર્તિ વડે કરીને. ભાટ–ચારણ–ભિક્ષુક વગેરેને દાન આપવું તે છે. તેમ છતાં પિતાની મોટાઈ, પ્રસિદ્ધિ કે કીર્તિની ઈચ્છાથી જે દાન દેવાય છે તેને કીર્તિદાન કહેવું ઠીક રહેશે. તેમાં કેઈપણ પ્રકારની પરોપકાર દષ્ટિ કરતાં પિતાની વાહવાહ કે યશગાથાનું મહત્ત્વ વધારે હોય છે.
આજકાલ તે દાનવીર કહેવડાવવા કે શીલાલેખમાં નામ કોતરાવવા માટે કીર્તિદાન દેવાતા જોવા મળે છે.
એક વખત કુમારપાળ રાજા હેમચંદ્રાચાર્યજી મહારાજાને દ્વાદશાવર્ત વંદન કરતા હતા ત્યારે તે વખતે હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળની પીઠ ઉપર હાથ મુકે તે જોઈને ગાગલી નામને કવિ બેલ્યો
હેમ તમારા કર મહી દીસે અદ્દભુત સિદ્ધિ
જે ચપે હેઠા મુહા તે પાયે હરિ સમ ઋદ્ધિ આ દુહા સાંભળતા કુમારપાળે પ્રશસ્તિ કરનાર કવિને પોતાના હાથના કડાં ઉતારીને આપી દીધા. તે એ સમયે અપાયેલું કીર્તિદાન જ હતું.
' - કુલ પાંચ પ્રકારના દાન થયા તેમાં અભય અને સુપાત્ર એ બંને દાન મેક્ષને માટે છે. જ્યારે અનુકંપા–ઉચિત અને કીતિ એ ત્રણે દાન ભેગને દેનારા કહ્યા છે. .
તેમ છતાં નેધપાત્ર મુદ્દો તે આખા પરિશીલનમાં એકજ છે. ભાવે દીજે દાન, પાંચ પ્રકારના દાન ભાવના પર નિર્ભર છે. દાન