________________
ભાવે દીજે દાન
૩૫
ભેટ્યાં સઉ. ઘેડાને જોગાણું દેવાણું. ભરત ભરેલી ગાદલી માથે મહેમાનું બેઠા. સાકર ચાખા દેવાણું, માથે ધી પીરસાણ, ઢાળીયા ઢળા, બંને અસવારે મીઠી નીંદરૂ તાણી, પરભાતે હાલી નીકળ્યા.
રાદડી બે એલી સાંભળ્યું ? કાં શું ચ્યું? આપણી ખરચી ખુટી ગઈ.
ચાકરી જાણે એમ જ કહેવું છે ને ? હા.
તે છો” જાતી આંગણે આવેલો અતિથિ કાંઈ ભૂખ્યા થડે જાય, આપણે તે ખેતર ખેડી ખાતું પણ અવસર સાચવ જોઈ એ ને!
ત્યાં તે બાપુનું તેડું આવ્યું રાદડીયે મુંઝાણો. ડાયરામાં નીચું મેટું નાખીને ઉભે છે, રાજે હંમેશ માટે તેને ખીજડીયું ગામ પતરે લખીને આપી દીધું.
આને કહેવાય ઉચિતદાન. આ કેઈ શાસ્ત્રમાં લખેલી કે પૌરાણિક કથા નથી. આજના ઈતિહાસના પાને નોંધાયેલ સત્ય ઘટના છે. તમે પણ કઈ ઘેર આવે ત્યારે ચા-નાસ્તાનું પૂછો. બહાર મળે તે પાન–સેપારીનું પૂછો તે રીતે ઔચિત્ય તે જાળવો જ છે ને?
પણ આ પરિશીલન છે. ભાવે દીજે દાન, એટલે હાર્દિક ભાવ પૂર્વક અને ઉચિતદાનની ભાવનાને સમજી–સ્વીકારીને ઉચિતદાન કરવું જોઈએ. “કંઈક પણ દેવું તે સંસ્કાર હશે તે ત્યાગ ભાવના આત્મામાં વાસિત થશે. - એક વખત જુનાગઢને ખેંગાર નામના રાજા શિકાર કરવા ગયેલો. ઘણું સસલાને વધ કરી તેને ઘોડાના પૂછડે બાંધ્યા હતા. માર્ગમાં પરિવારથી છુટા પડી ગયો. તેટલામાં બાવળના વૃક્ષ ઉપર બેઠેલા ઢંઢણ નામના ચારણને જે. પૂછયું એલા તું મારગ જાણે છે.
દયાળું ચારણે ઉત્તર વાળ્યો. . . . जीव वधता नरग गइ अवधता गइ सग्ग
हु जाणु दो वाटडी जिण भावे तिण लग्ग. જીવના વધથી નરકે જવાય છે અને અવધ (અહિંસા કે દયા પાળવાથી) સ્વર્ગે જવાય છે. હું તો બે માર્ગ જાણું છું. તને જે માર્ગ ગમે તે માગે જ.