________________
ઉ૭૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
- મેઘકુમારને જીવ હાથી હતા. કેવળ સસલા પ્રત્યેની કરુણ ભાવનાથી મરીને મેઘકુમાર [માનવ બન્યો. કેમ? સમ્યકત્વના ઘરની કરુણું હતી માટે. ધ્યાન દીપિકામાં કરુણા ભાવનાને સ્પષ્ટ કરતાં જણાવે છે કે
वध बन्धन रुधेषु निस्त्रिशैः पीडितेषु च
जीविते याचमानेषु दयाधीः करुणा मता - નિર્દય જીવો વડે વધ કરાતા કે બંધન માટે રોકેલા કે પીડા અપાતા તથા પોતાના જીવિતના રક્ષણ માટે યાચના કરતા તેને વિશે જે દયાની બુદ્ધિ હોવી તેને કરુણ માનેલી છે. - ઈટાલીમાં એક સંત ફ્રાંસીસ થઈ ગયા. તેમને દયાળુ સ્વભાવ અને ગરીબો પ્રત્યેની મમતા–અમદદ ઈટાલીમાં ખૂબ વિખ્યાત હતી. એક વખત તેઓ દેશનું પરિભ્રમણ કરવા નીકળ્યા. પણ આખો માર્ગ કાંટાળે હતો. થોડા દિવસના પરિભ્રમણમાં તે તેના પગ ઉઝરડાઈ ગયા. લેહીની ટસર કુટી. પણ આ પીડાને જેમ જેમ મુનિ ગણકારતા નથી તેમ ફ્રાંસિસે પણ ધીરજ અને શાંતિથી સહન કર્યા અને પિતાનું પરિભ્રમણ ચાલું જ રાખ્યું.
ફરતા ફરતા તેઓ એક દિવસ એક ગામ પહોંચ્યાં. ગામના ચેકમાં તેને જુનો મિત્ર હતો. બંને ને એક બીજા સમક્ષ નજર પડતાં જૂની મૈત્રી યાદ આવી. પેલે મિત્ર ફ્રાંસિસ પાસે દોડ. તેના પગ જોતાં તે તે મિત્ર રડી પડ્યા.
તેણે ક્રાંસિસને વિનંતી કરી જુઓ હું તમને એક ઘોડો આપુ છું. હવે તેના ઉપર બેસીને જ તમે પરિભ્રમણ કરજો.
ફ્રાન્સીસ ઘોડે બેસી આગળ વધ્યા. થોડે દૂર એક વૃદ્ધ અને તેની પુત્રી મળ્યા. વૃદ્ધને ખૂબજ ધીમે ધીમે ચાલતા જોઈને ફ્રાન્સીસે ઘેડે ઉભું રાખ્યું. તેમને પૂછયું કે તમારી પાસે કોઈ વાહન નથી? વૃદ્ધ જવાબ આપ્યો હું તે ગરીબ છું, મારી પાસે વળી વાહન કયાંથી હોય ભાઈ! છતાં મારો જમાઈ કહે છે કે તમે ઘેડ ખરીદો તો જ હું તમારી પુત્રીને રાખુ. મારી પાસે તો પૈસા નથી એટલે મારી પુત્રીને સાસરેથી પાછી લઈ જાઉં છું.