________________
સવી જીવ કરું શાસનરસી
૩૭૩
આટલું સાંભળતા ફ્રાંસિસનું હૃદય ભરાઈ આવ્યું. ભાઈ આ ઘેડે, તમે રાખે; મને લાગે છે મારા કરતા તમારે ઘેડાની વધારે આવશ્યકતા છે.
આટલી દયાની લાગણી અને હૃદયની આતા એ જ કરુણા ભાવના સમજવી,
કામવ7 સર્વ મૂતે મારા આત્મા જેવા જ બધાંને આત્મા છે. માટે હું કોઈની પણ હિંસા ન કરું એ કરુણ ભાવનાને ઉપદેશ મંત્ર છે. કરુણું એ અહિંસક દયાળુ આત્માને અંતર ઝરો છે, જે કાયમ સતત વહ્યા કરે છે. એ દયારૂપી ઝરો ક્યારેય સુકાય નહીં તે માટે સતત દયા ધર્મ પાળ જોઈએ. કારણ કે જે મારે આમા છે તેવો બીજાને પણ આત્મા છે.
જો કે દયા અને કરુણા શબ્દો બંને એક સમાન નથી જ. કેમકે જેમ માટી તે ઘડો નથી અને ઘડો તે માટી નથી કહેવાતી. માટી એ માટી જ છે પણ કેઈ આકાર વિશેષ નથી. એ રીતે ઘડે એ પીડુ અથવા આકાર વિશેષ છે પણ માટી નથી.
અહીં કરુણ એ માટીને સ્થાને છે. અને દયા એ ઘડાના સ્થાને છે. દયાના મૂળમાં તો માટી રૂ૫ કરુણું જ રહેલી છે. બીજા શબ્દોમાં કહી એ તો કરુણા એ કારણ છે. અને દયા તેમાંથી જન્મેલા કાર્યરૂપ છે.
પાર્શ્વકુમાર ઘોડા ઉપર બેસી નગરજનોની સાથે નગર બહાર નીકળ્યા ત્યાં કમઠ નામને તાપસ આવે છે. તે પંચાગ્નિ તપ કરી રહ્યો છે. લાકડાનો ઢગલો કરી ધૂણી ધખાવીને બેઠું છે. મંત્ર જાપ કરે છે અને લોકોને આશીર્વાદ આપે છે.
આ સમયે પાર્થકુમારે એક સેવકને આજ્ઞા કરી અગ્નિમાં બળતો કાષ્ઠ કઢાવે છે. કાષ્ઠને ચીરવાનું કહ્યું, તો તેમાંથી બળતો સાપ નીકળે. સાપ અડધે બળી ગયા છે. હવે તેને જીવવાની કઈ આશા રહી નથી. પાWકુમારે સેવકને આજ્ઞા કરી, નવકારમંત્ર સંભળાવવા કહ્યું. સાપ મૃત્યુ પામી નાગરાજ ધરણેન્દ્ર થા.
કમઠ આ પ્રસંગથી કોધે ભરાયે ત્યારે પાર્શ્વ કુમારે કહ્યું કમઠ!