________________
(૭૩) ભાવના કાર્ય
–સવી જીવ કરું શાસનરસી
दीनेष्वातेषु भीतेषु याचमानेषु जीवितम्
प्रतीकारपरा बुद्धिः कारुण्यममिधीयते કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી મહારાજા યેગશાસ્ત્રમાં કરુણા ભાવનાને સ્પષ્ટ કરતાં જણાવે છે કે- જગતમાં જીવ દીન દુઃખી છે, આ અને પીડાગ્રસ્ત છે, મૃત્યુના ભયથી ભયભીત બની ને જીવવાની ઈચ્છાથી જીવનની યાચના કરી રહ્યા છે. તેઓના દુઃખ દૂર કરવાની બુદ્ધિ-ભાવનાને કરુણા ભાવના કહેવામાં આવે છે. - કરુણ ભાવનાનું સ્વરૂપ જણાવતાં મહાપુરુષેએ તેને દુઃખ વિનાશીની ભાવના કહી છે. આ ભાવનાનું હૈિયું અતિ કેમળ છેકુણું છે–તે બીજાનું દુઃખ જોઈ શકતા નથી.
તમે કરુણા ભાવનાને આશ્રય લઈ કુરતા-નિર્દયતા વગેરે શત્રુએને કાઢી મૂકે. કરુણાએ આત્માને ગુણ છે. સહજપણે તે આત્મામાં આશ્રય કરનારી છે. સતત કરુણા ભાવના વડે ભીંજાયેલાને જીવ માત્ર પ્રત્યે સમભાવ રહે છે.
તીન હી ફૂલા પા ચા રાતે દીન, અંગહીન એવાને જોઈને જેમના હૃદયમાં દયા ઉપજતી નથી તેને સર્વજ્ઞ ભાષિત ધર્મ હૃદયમાં વચ્ચે નથી. દિન ક્ષણને ધમ વિહેણું દેખી દિલમાં દર્દ રહે કરુણુ ભીની આંખમાંથી અશ્રુને શુભ સ્રોત વહે
ભલે કહેનારા કહે કે કોઈ જીવને છોડાવવાથી તે જે કંઈ પાપ આચરે તે તમને લાગે એટલે કે કરુણું ભાવનાથી અઢાર પાપસ્થાનક તમારે માથે ચોંટે પણ તે વાત અસત્ય છે.