________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
આ રીતે સમ્યફ વિધિ પૂર્વક–શુદ્ધ આશય પૂર્વક–નિર્મળ ભાવ પૂર્વક–સમ્યક્રક્રિયાની સ્વીકૃતિ પૂર્વક–સમ્યફ નિરતિચાર પાલના પૂર્વક નિર્દોષ ભાવથી સર્વેના સુકૃતની શુભ ગુણોની અનમેદના કરું છું.
तेषां कर्मक्षयोत्थै रतनु गुणगण निर्मलात्म स्वभावै
यं गायं पुनीमः स्तवन परिणतैरष्ट वर्णास्पदानि વીતરાગ દેવને કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા અનેક ગુણે દ્વારા અને તેમની સ્તુતિ કરવામાં પર્યવસાન પામેલા તેઓશ્રીના નિર્મલ આતમસ્વભાવ દ્વારા વારંવા ગાન કરી કરીને અમે આઠે ઉચ્ચાર સ્થાનોને પવિત્ર કરીએ છીએ—
જે દૃષ્ટિ પ્રભુ દરિશન કરે તે દૃષ્ટિને પણ ધન્ય છે જે જીભ નવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે પીએ મુદા વાણુ સુધી તે કણને પણ ધન્ય છે તુજ નામ મંત્ર વિશદ્ ધરે તે હૃદયને પણ ધન્ય છે
પ્રમોદ ભાવના ભાવતા કયાં સુધી લખી દીધું. તે દષ્ટિ-તે જીભ-તે કર્ણ યુગલને ધન્ય છે-જે પરમાત્માના દર્શન-સ્તવના કે વાણીરૂપ અમૃતને પીએ છે. છેલ્લે જે તારો નામ મંત્ર ધારણ કરે તેને પણ ધન્ય છે.
ચંદન શીતલતાનો ગુણ ધરાવે છે, જ્યારે દેશમાં તીર્થંકર પરમાત્મા શીતલનાથ ભગવાનના નામમાં શીતલ શબ્દ છે. બન્નેમાં નામ ચડે કે ગુણ ?
આ પ્રશ્નનો ઉત્તર મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા આપતાં ફરમાવે છે કે–
શીતલતા ગુણ હેડ કરત તુમ ચંદનકાર બિચારા નામે હી તુમ તાપ હરત હૈ વાંકુ ઘસત ઘસારા
હો જિનજી હે પ્રભુ! આપના નામ શીતલનાથ ને ચમત્કાર કેટલા છે? તેને યાદ કરતાં જ કષાય વિષયની આગ ઠંડી થઈ જાય છે. શીતલ શાંતી બની જાય છે. જ્યારે સુખડ-ચંદનને તે પહેલાં ખૂબ ઘસવું પડે પછી વિલેપન થાય ત્યારે શીતલતા આવે અને તે પણ તનની,