________________
ગુણને અનુરાગ
જ્યારે હે ભગવંત આપનું નામ સ્મરણ માત્ર શીતલતા આપે છે. ચંદનની શી તાકાત છે કે આપના શીતલતાના ગુણ વિષયે આપની, સ્પર્ધા કરી શકવાને? ખરેખર હે તીર્થંકર પરમાત્મા આપને ધન્ય છે.
એ-જ-રીતે પર્વતની ગહન ગુફામાં-કેતરમાં રહી ધ્યાનમાં એકાગ્ર, સમતાવંત, પાદિન કે માસના ઉપવાસી નિગ્રંથ, રાગ દ્વેષની ગ્રન્થી છેદાઈ ગઈ છે તેવા મહાપુરુષોને પણ ધન્ય છે. તેમજ જ્ઞાનવંત મહાપુરુષે જેની બુદ્ધિ શ્રુતજ્ઞાને કરી વિસ્તાર પામી છે, જેઓ ધર્મને ઉપદેશ કરી રહ્યા છે-જે શાંત છે દાંત છે, જિતેન્દ્રિય છે અને જીવને વિશે જિણવરેન્દ્ર ના પવિત્ર શાસ્ત્રને પ્રકાશિત કરે છે તે ધન્ય છે. '
સંભાજી, શિવાજીના પુત્ર હતા. પણ પિતા જેવા શૌર્ય અને કુનેહના અભાવે મોગલ સમ્રાટે માઠા રાજ્ય પર વિશાળ સેના લઈને હમલે કર્યો અને એક કિલ્લામાંથી સંભાજીને પકડી લીધા. દિલ્હી લઈ જઈ ઔરંગઝેબે સમક્ષ રાજ દરબારમાં ખડો કરવામાં આવ્યા. ઔર. ગઝેબ કહે તેને થોડાં દિવસ તો કારાવાસના કષ્ટોના અનુભવ કરવા દે.
સંભાજીને કારાવાસમાં પૂરવામાં આવ્યા. તેણે કષ્ટ સહન કર્યા. થોડાં દિવસે ઔરંગઝેબે તેને પોતાના સમક્ષ લાવી અંતીમ ફેંસલો કરવા કહ્યું.
જે તું ઈસ્લામ ધર્મને સ્વીકાર કરે તે હું તને મુક્ત કરવા તૈયાર છું.
સંભાજી કહે, અને ન સ્વીકારું તે?
ઔરંગઝેબે કહ્યું તો મૃત્યુ સિવાય કોઈ વિકલ્પ નથી. સંભાજી એ વીરપુરુષની ભાષામાં તેનો પ્રત્યુત્તર વાળ્ય. બીજાના ધર્મના સ્વીકાર કરવા કરતાં પોતાના ધર્મમાં મૃત્યુને હું વધુ પસંદ કરીશ.
ત્યાં જ સંભાજીનો વધ થયો.
ખરેખર ! આવા ધર્મપ્રેમીને ગુણની પણ અમે અનુમોદના કરીએ છીએ.
प्रमोदमासाद्यः गुणैः परेषां येषां मति मज्जति साम्य सिधौ देदीप्यते तेषु मनः प्रसादौ गुणास्तौते विशदी भवति
પ્રમાદ ભાવના ભાવતા અંતે સારરૂપે જણાવે કે બીજાના ગુણેથી પ્રમોદ પામી જેમની મતિ સમતા સમુદ્રમાં ઝીલે છે. તેનું મન
૨૪