________________
અભિનવ ઉપદેશ પ્રસાદતમારે ત્યાં સ્વપ્નની બોલી પાંચ લાખ રૂપિયા થઈ તે તમારામાં દેવ દ્રવ્ય વૃદ્ધિની ભાવના ગુણ હશે જ. પરંતુ બીજા સ્થાનમાં કદાચ સ્વપ્નની બેલી ત્રણ લાખ રૂપિયા થાય તે પણ તેની અનુમોદના થવી જ જોઈએ. ત્યાં તમારા મુખમાંથી “એ તો બધું ઠીક છે” એવા જ ઉદ્દગાર નીકળતા હોય તે ત્યાં ગુણાનુરાગ ન કહેવાય પણ ઈર્ષ્યા કહેવાય.
તેમાં લેશ માત્ર પ્રમેદ ભાવના છે જ નહીં.
પરમહંતુ કુમારપાળ ભૂપાળને કોઈ એક મુનિમાં કંઈ દેષ નજરે પડયે. છતાં જાણતા પણ કેમ ન હોય તે રીતે મુનિને વંદના કરી સામે ચાલી તેની સુખશાતા પૂછી ચાલ્યા ગયા.
ત્યારે મુનિ અત્યંત લોભ પામ્યા. અરે ! ખરેખર ગજબ કહેવાય? આ રાજાને કેટલે બધો ધર્મ પરિણમે છે તે જ વિચારવા જેવું છે. મારા જેવા શિથિલ સંયમીને દેષયુક્ત જેવા છતાં પણ ગુણના અનુરાગ વડે કરીને તેણે વંદન કર્યું, ખરેખર તેમની આ કેવી ઉદારતા ! .
મુનિ મહામાએ નિર્ધાર કર્યો કે હવે મારે સંયમમાં સ્થિર થવું. તેના આચાર પાલનમાં ચુસ્તતા કે દઢતા આવી. જ્યારે બીજી વખત કુમારપાળ વંદનાથે આવ્યા ત્યારે ક્ષમાભાવ વ્યક્ત કર્યો. તે સમયે પણ કુમારપાળ રાજાના મુખ પર અભિમાન કે અહંકારને ભાવ આવ્યો નહીં. મુનિ મહાત્મા પણ પિતાનું કલ્યાણ સાધી ગયા.
કેને આભારી આ મુનિની અધ્યાત્મ યાત્રા? ગુણગ્રાહી બુદ્ધિને – ગુણનુરાગી પ્રમોદ ભાવનાને ગુણાનુરાગ કુલકમાં જણાવે છે–
ना गुणीगुणीन' वेत्ति गुणी गुणीषु मत्सरी
गुणी च गुग रागी च विरलः सरलो जनः જે ગુણ વગરને છે તે ગુણી પુરુષને જાણ નથી. જે ગુણવાન છે તે બીજા ગુણી પુરુષની અદેખાઈ કરનાર હોય છે પણ પોતે ગુણી હોય અને ગુણાનુરાગી પણ હોય તે સરળ માણસ તે કેઈ વિરલ જ હોય છે.
જૈન ધર્મ ગુણવાચી છે. ગુણવાચી અને વ્યક્તિવાચી બંને દષ્ટિએ ધર્મોનું અસ્તિત્વ છે. જ્યાં વ્યકિતને જ પ્રધાન માની ધર્મની