________________
પરહિત ચિંતા
૩૫૫ વિદ્યાઘર મુનિને જોતાં જ વેરની જવાળા સળગવા લાગી મુનિના શરીરે ડંખ મારી, મારી નાખ્યા.
૦ પાંચમા ભવે મરુભૂતિને જીવ દેવલોકમાં.
૦ છઠ્ઠા ભાવમાં મરુભૂતિ વાનાભ રાજા થયા અને કમઠને જીવ કુરંગ, ભીલ . ત્યારે તીણ ઝેરી તીર વજાનાભમુનિ ને માર્યુ. મુનિ મૃત્યુ પામ્યા.
૦ સાતમે ભવે મરુભૂતિ દેવલોકમાં.
૦ આઠમે ભવે મરુભૂતિ કનક બાહુ ચકવતી થયા. કમઠને જીવ સિંહથ. કનક બાહુ ને જોતાં જ વેરની પરંપરા ઉછળી આવી ને કનક બાહને ફાળી ખાધાં.
૦ નવમે ભવે મરુભૂતિ દેવલોકમાં
૦ દશમે મરુભૂતિને જીવ તીર્થંકર પાર્શ્વનાથ બન્યા. કમઠને જીવ ફરી કમઠ બન્યો. ત્યારે ફરી વેરની વાળા સળગી, મૃત્યુ પામી, મેઘમાલી દેવ થયે અને પાર્શ્વ પ્રભુને ઘેર ઉપસર્ગો કર્યા. આ તે સમત્વ ભાવ ધારણ કરતા પ્રભુને કેવળજ્ઞાન થયું. તેઓ મોક્ષે સીધાવ્યા અને કમઠ સંસારમાં ભમ્યો.
અગ્નિશર્મા-ગુણસેન જેવા બે મિત્રને પણ વેરની પરંપરા કેટલી બંધાઈ હશે કે છેલ્લે ખરેખરા મૈત્રી ભાવ વાળા ગુણસેન તો નવમે ભવે તરી ગયા પણ અગ્નિ શર્મા ડૂબી ગયા. ૦ મૈત્રી ભાવના ના સ્વરૂપ –
मा कार्षात कोऽपि पापानि, मा च भूत कोऽपि दुखित: मुच्यतां जगदप्येषां मति मैत्री निगद्यते મૈત્રી ભાવના ભાવવા માટે તેનું સ્વરૂપ જાણવું અતિ આવશ્યક ગણાય. પતિ વિરતા મૌત્રી એ મૈત્રી ભાવને વ્યક્ત કરતું સુંદર સૂત્ર છે જ પણ આ શ્લેક મૈત્રી ભાવને વ્યાપક સ્વરૂપે રજુ કરે છે.
કઈ જીવ પાપના કરો, કઈ જીવ દુઃખી ન થાઓ, આખું જગત પાપ અને દુઃખમાંથી મુક્ત થાઓ [એટલે કે મોક્ષ પામે]. આવી મતિને મૈત્રી કહે છે.
કેટલી ઉદાત્ત ભાવના વ્યકત કરી છે. કેટલો સુંદર ભાવ અને કેવો વ્યાપક ભાવ છે “પારકાના હિતને ચિંતવતો સંસારના