________________
૩૫૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
હે ચેતન! આજે તું જેને શત્રુ ગણી રહ્યો છે. તે કયારેક તારો મિત્ર હતે કયારેક તારો ભાઈ પણ હતું, કયારેક તે તારા પિતા કે પુત્ર સંબંધે પણ જમી ચુક્યા છે, હવે તેની સાથે જ વેરઝેર રાખીને શું મેળવવું છે તારે.
શાન્ત ચિતે તું વિચાર કે આ જીવન માંડમાંડ તે ૬૦-૭૦ કે ૮૦ વર્ષનું ગણાય છે. આટલી નાની જીંદગીમાં વળી વેરઝેર રાખીને શું ફાયદો થવાને છે તારે ? શું લઈને જવું છે સાથે તારે ?
તેથી સર્વ પ્રાણને મિત્ર માનવાની જ દષ્ટિ તું કેળવ. શત્રુ પણું કે દુશ્મનાવટ કે વેર-ઝેરના ભાવેને મનમાંથી ફગાવી દઈને હે ચેતન! તું હવે એક જ સૂત્રને પકડી લે પહત વિત્તા-કૌત્રી
મૈત્રી ભાવની અનિવાર્યતાને સ્વીકારીને અધ્યાત્મ ક્ષેત્રે પણ જણાવે છે કે
खामेमि सव्व जीवे सव्वे जीवा खमन्तु मे
मित्तिमे सव्व भूएसु वेर मज्झ न केणइ હું સર્વ જીવોને ખમાવું છું—સે જ મને પણ ખમાવો [એટલે કે મારા અપરાધની ક્ષમા કરો] મારે કઈ સાથે વેર ભાવ નથી. સર્વ [જીવો] સાથે મારે મૈત્રી છે–
વેર એ ભવ પરંપરા વધારવાનું સાધન છે. કમઠ અને મરુભૂતિ એ બને તો સગાભાઈ હતા. તેમ છતાં દશ-દશ ભવ સુધી વેરની પરંપરા ચાલતી જ રહી. તેનું શું પરિણામ આવ્યું?
દશેદશ ભવ સુધી કમઠ મારનાર થયો. તેણે મુનિ હત્યાવિડંબનાથી ઘોર પાપ બાંધી–અતિ ભારે કર્મો નિકાચિત કર્યા અને સંસાર વધાર્યો, ભવ ભ્રમણ વધાર્યું. સામે પક્ષે સમત્વની સાધના કરનારા એવા મરુભૂતિને આત્મા પાર્શ્વનાથ, ત્રેવીસમાં તીર્થકર બની મોક્ષે પહોંચી ગયા.
૦ પ્રથમ ભવ–કમઠે મરુભૂતિને શીલા મારી અને તેનું મસ્તક છુંદી નાખ્યું ને મરુભૂતિનું મૃત્યુ થયું.
૦ બીજે ભવ-મરુભૂતિનો જીવ હાથી બન્યો અને કમઠને જીવ સપ થયો. હાથીને સર્ષે મસ્તકમાં ઝેરી ડંખ મારી મારીને ખતમ કર્યો.
૦ ત્રીજે ભવ મરુભૂતિ દેવલોકમાં ગયા. ૦ ચેાથે ભવ મરુભૂતિ વિદ્યાધર થયો છે. કમઠ સર્ષ બન્યો છે,