________________
૩પ૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ૦ સાધુ સર્વ જીવો પ્રત્યે કરૂણાવાળા છે.
૦ ધર્મ બુદ્ધિ જ ઉપેક્ષણીય જીવો પ્રત્યે માધ્યસ્થ ભાવના રાખવાનું શીખવે છે.
માટે જ અરિહંતાદિ ચારને મંગલભૂત–લોકોત્તમ અને શરણ ગ્રાહા કહેતાં ચત્તાર મંગલમાદિમાં સ્થાન આપ્યા છે.
આજના પરિશીલનમાં આપણે મૈત્રી ભાવના વિચારવાની છે. મૈત્રી ભાવના :
ચૈતન્ય મહાપ્રભુનું સંસારી નામ નિમાઈ હતું. ઘણું વર્ષોના અભ્યાસ બાદ તૈયાર કરેલ એક ગ્રન્થ તેમના હાથમાં હતું. ગ્રન્થમાં તેની પ્રખર વિદ્વતા છતી થતી હતી. આ ગ્રન્થ વડે તેને જગતમાં અમર કીતિ મળે તે ભવ્ય ગ્રંથ હતે.
એક વખત તેમની સાથે તેમના મિત્ર રઘુનાથ પંડિત હોડીમાં મુસાફરી કરી રહ્યા હતા. રઘુનાથ પંડિત પણ મહા વિદ્વાન. નિમાઈએ રઘુનાથ પંડિતને ગ્રન્થ વાંચી સંભળાવવા માંડશે. જેમ જેમ ગ્રન્થ વંચાત ગમે તેમ તેમ રધુનાથ પંડિતની આંખો આંસુ વડે ઉભાવા લાગી. ગાલ પર અશ્રુધારા વહેવા લાગી. નિમાઈનું ધ્યાન અચાનક રઘુનાથ પંડિત તરફ ગયું. મનોમન થયું કે અરે મારા વિદ્વાન મિત્રની આંખમાં આંસુ?
ગ્રન્થ બાજુએ મુ. તમને કેમ રડવું આવી ગયું પંડિતજી?
રઘુનાથ પંડિત કહે મેં પણ વર્ષોની મહેનત કરીને એક ગ્રંથ બનાવ્યા છે. મને હતું કે તે ગ્રથની બરોબરી બીજે કઈ ગ્રન્થ કરી શકશે નહીં. પરંતુ હવે મને થાય છે કે મારી આ આશા કદાપી ફળદાયી બનનાર નથી. કારણ કે તમારી આ કૃતિની પાસે મારી ના તો કોઈ વિશાતમાં નથી.
તમારા ગ્રથના ઝળહળતા સૂરજ પાસે મારે આ નાનકડે ગ્રન્થ એક નાના દીપ કે ટમટમીયાં ની પણ ગરજ નહીં સારે.
નિમાઈ કહે અરે રે! મારા એક ગ્રન્થની રચના માત્રથી મારા મિત્રને આટલું બધું દુખ.
નિમાઈએ એક પછી એક પાનું ફાળીને નદીના પ્રવાહમાં વહેતુ મયું. રઘુનાથ પંડિત તે સ્તબ્ધ થઈ ગયા. રે...રે...રે આપ આ શું કરી રહ્યા છો?