SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨ ધર્મની બીજી વ્યાખ્યા કરતા શાન્ત સુધારસમાં મહેાપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજા ફરમાવે છે ૩૪૮ दान' च शील' च तपश्च भात्रो धर्म चतुर्धा जिनबांधवेन निरुपितो यो जगतां हिताय स मोनसे मे रमता मजस्र જિન ખાંધવે એટલે કે તીથંકર પરમાત્માએ દાન શીલ તપ ભાવ એ ચાર ભેદે ધર્મ જગતના હિતાર્થે ઉપદેશેલા છે. તે ધ નિરંતર મારા હૃદયમાં રહે। મને આનંદ આપે।. જગતબંધુ તીથંકરે ઉપદેશેલ ધર્મ નિઃશંક કલ્યાણકારી છે. તે ધ વડે જ આજ હુ' આ શાસનને પામી પાપથી વિરક્ત થવા પ્રયત્નશીલ છું. આ ધર્મ જ મને મુક્તિ અપાવનાર છે. આ ધર્માંજ પાંચમા આરાના અંત સુધી જીવાને માટે પથ પ્રદર્શક બનનાર છે, માટે આ ધર્મ નિરંતર મારા હૃદયમાં વાસ કરે એવી ભાવના ભાવવી જોઈ એ. (૧) દાન ધર્મ :– અનુપ્રા સ્વાતિોવાનમ્ અનુગ્રહ બુદ્ધિથી પોતાનું સ્વામિત્વ છેડી વસ્તુ બીજાને સમર્પિત કરવી તે દાન. દાન જો કે પાંચ પ્રકારે કહ્યા છે,તેમ છતાં મેક્ષ બુદ્ધિએ સુપા– ત્રદાન અને અભયદાન એ જ કહ્યા છે. તીર્થકર પરમાત્માને પણ ગમયચાળ એવુ... વિશેષણ લગાડવામાં આવે છે. ઢાન પદમાં હ્રા ક્રિયાપદના અર્થ છે “દેવુ” દેવાના સ્વભાવ હેવા મહત્વની વાત છે. ચારે પ્રકારના ધર્મોમાં દાન એક એવા ધર્મ છે. જે દેનાર તથા લેનાર અનને લાભદાયી છે. (૨) શીલધમ :- શીલ ધર્મ જૈન દર્શનમાં બ્રહ્મચર્યંના અર્થાંમાં જ વિશેષ ઋઢ બનેલા છે. જો કે ધર્મરત્ન પ્રકરણાદિમાં શીલના સદાચાર અર્થ પણ કરાવે છે. . માત્ર બ્રહ્મચર્ય અર્થમાં પણ શીલના અ મહત્વના છે. કારણ કે વાસના તેા કબુતર અને કુતરામાં પણ છે. જો માનવી તેનાથી નિપ ન બને તે પશુ પક્ષીમાં અને મનુષ્યમાં શે! ફેર રહેવાના ? જગતમાં ચમત્કારો શીલવાન સતિએએ સજર્યા છે, વ્યભિચારી સીએએ નહી. સુવર્ણના મિશ ખાંધવા કે સોનામહેારાના દાન દેવા કરતાં પણ શીલધમ ને શ્રેષ્ઠ કહ્યો છે.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy