SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ સેવો સુકથિત ધર્મને ૩૪૫ ભાવે સુ-કથિત ધર્મભાવ ઓગાળી નાખે. અવધિજ્ઞાન ચાલ્યું ગયું. માટે હે ચેતન! ધર્મભાવનાએ ચડ્યા પછી પણ તેને બરાબર જાળવજે નહીં તો કેધ–માન વગેરે કષાયે અને હાસ્ય–રતિ વગેરે નેકષાયે તે ભાવને ટકવા નહીં દે. તેથી નિરંતર એ સુ-કથિત ધમને. જિનેશ્વર પરમાત્માએ દશ પ્રકારને ધર્મ બતાવ્યું છે. सत्य क्षमा मार्दव शौच सङ्ग त्यागार्जब ब्रह्मविमुक्ति युक्तः यः संयमः किं च तपोऽमूढ-श्चारित्र धो दशधाय मुक्तः (૧) સત્ય ધમ:- સત્ય ધમ અસત્યને અટકાવનાર છે. માનવીએ સત્યના આગ્રહી હોવું જોઈએ, દુરાગ્રહી નહીં. યથાર્થ – હિતકારી પરિમિત બોલવું તે સત્યધર્મ કહ્યો છે. તે મન-વચન-કાયાના ચાગની એકતા અને સરળતા વડે કરીને સાધી શકાય. (૨) ક્ષમાધમ :- ક્રોધને ઉપન ન થવા દે અથવા ઉત્પન્ન થયેલા કોપને નિષ્ફળ બનાવવો તે ક્ષમા. તેને સહીષ્ણુતા કે સહન શીલતા પણ કહી શકાય. ક્ષમાધર્મથી પ્રેમ–પ્રીતિ અને મૈત્રીભાવ વધે છે. (૩) માર્દવ ધમ :- મૃદુતા કેળવવી. માનને ત્યાગ કરે અથવા માન કષાય વડે ઉપન્ન થતાં જાત્યાદિ મદનો ત્યાગ કરવો. મૃદુપણું નમ્રતા લાવે છે. નમો પદના સ્વીકાર વિના તાળની ભજના શક્ય જ નથી. ભક્તિ માટેનું પ્રાથમિક લક્ષણ નમ્રતા છે. (૪) આર્જવ ધમ :- માયાને ત્યાગ-માયા નામનું દુષણ એ મહા કષાય છે. તે આત્માનું અહિત કરે છે અને માયા સ્વ-પરઘાતિનિ છે. ઋજુતા કે સરળતાના ગુણ વડે માયાને નાશ થઈ શકે છે. આ ચારે ધર્મ (સત્ય-ક્ષમા-માઈવ- આર્જવની) સાથે જ ઉપમા આપીને પરમકૃપાળુ પરમાત્મા શ્રી વીર પ્રભુની સ્તુતિ કરતા શ્રીમાનું હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ કેવા સુંદર શબ્દ લખ્યા. ૦ સંસાર વાન ઘાટની :- ક્રોધરૂપી દાવાનલથી સળગતા સંસારને ઠારવામાં નીર સમા ક્ષમાસાગર), ૦ મra વૃઢિ દાળ રમીર – માન કષાયના મેહરૂપી ધૂળના આવરણને હરવામાં સમીર–પવન સમાન,
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy