________________
उ४४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ મેહના વાતાવરણના તાપમાં ધર્મભાવનાની વેલડી સુકાઈ જતાં વાર લાગતી નથી.
વળી જ્યાં પાપમતિ થકી રાગદ્વેષ પોષક કે બહિર્ભાવના વિચારે ઉભા થાય. તથા કાંટાળા ઝાડ સમાન પાપ સંગે કે નિમિત્તે ઉભા થાય ત્યાં ધર્મભાવના લેપ થઈ જાય છે.
સામાન્ય ભાષામાં કહીએ તે જ્યાં વિતરાગની વૈરાગ્યમય વાણીથી હજી ધર્મભાવના ઉદ્દભવી હોય ત્યાં વિલાસી વાતાવરણમાં ફિલ્મ કે નેવેલને ગ મળતા ભાવના ઢીલી પડી જાય છે.
સિંહ ગુફાવાસ મુનિ વેશ્યાને ત્યાં ચોમાસુ કરવા ગયા. તે કંઈ કામવાસનાથી કે વેશ્યાને ભોગવવાની બુદ્ધિએ નહોતા ગયા. તેને માત્ર
સ્થૂલભદ્ર મુનિની ઈર્ષ્યા હતી માટે ગયેલા. છતાં સ્વરૂપવાન વેશ્યાનું દર્શન માત્ર તેને માટે કાંટાળા ઝાડ જેવું નિમિત્ત બની ગયું અને મુનિ મનથી ભાંગી પડ્યા.
કારણ? “બાપ ઘરમ” “આજ્ઞા એ ધર્મ” તે સુ-કથિત ધર્મની વાતને લેપ થયું હતું. આજ્ઞા વિધેયાત્મક અને પ્રતિષેધાત્મક બને રૂપે હોઈ શકે પણ આપણે તે આજ્ઞાને ઉલટાવી દીધી છે.
पडिसिद्धाणं करणं किच्चाणमकरणे । જેને પ્રતિષેધ કર્યો તે કર્યું અને જે કરવાની આજ્ઞા કરી છે તે ન કર્યું.
“આજ્ઞા ધર્મનું આરાધન કલ્યાણ માટે છે અને વિરાધના ભવ પરંપરાને વધારે છે.” તે વાત જ ભૂલાઈ ગઈ. સિંહ ગુફાવાસી મુનિ વેશ્યાસક્ત થયા, વિચાર્યું નહીં કે ગુરુ મહારાજે મનાઈ કરી તે સમજીને જ કરી હોય. સ્થૂલભદ્રનું સત્વ છે તેટલું તારું નથી. સિંહ સામે બાથ ભીડવી સહેલી છે પણ સિંહણ જેવી સ્ત્રી સામે ટકવું તારે મુશ્કેલ છે. માત્ર નિમિત્ત મળતાં જ ભેગની કુમતિ જાગી ગઈ.
એ જ રીતે એક વખત મુનિને અવધિજ્ઞાન પ્રગટયું. ત્યારે ઉપગથી જોયું તો દેવલોકમાં ભલભલાને ધ્રુજાવ ઈદ્ર તેનાથી રીસાચેલી ઈન્દ્રાણીને મનાવતો હતે.
આ સમયે જગત મેહના અંધકારમાં ડૂબેલું છે તે વિચારી ઉદાસીન ભાવ રાખવાને બદલે તેના મનમાં હસવું આવ્યું અને હાસ્યના