________________
સેવો સુકથિત ધર્મને
૬૪૩ સેવે મુકથિત ધર્મને હૃદય રૂપી બગીચામાં કલ્પવૃક્ષની વેલડી સમી આ ભાવનાને ઉગાડ. જ્યારે વેલડી હદયમાં ઉગાડી છે ત્યારે એ ક્ષેત્ર [ખેતર બન્યું. ખેતરને શુદ્ધ કર્યા વિના વેલડીને સારો ઉગમ થતો નથી. તેથી હૃદયમાંથી મિથ્યાત્વ–કદાગ્રહ–તીવ્ર આંતર શત્રુ–કામ કોધાદિ શલ્યાને જીવ! તું હટાવી દે.
જેમ શુક પરિવ્રાજક મિચ્છામી સંન્યાસી હતો, એક હજાર શિના પરિવારવાળો. વળી મિથ્યાધર્મ પર ભારે પક્ષપાત અને કદાગ્રહ વાળો હતો. છતાં એને ભક્ત સુદર્શન શેઠ–થાવરચ્ચા પુત્ર આચાર્ય શ્રીના ઉપદેશથી ચુસ્ત સમ્યક્ત્વ અને બાર વ્રત ધારી પરમ શ્રાવક બનેલા. - શુક પરિવ્રાજક કહે ચાલ તને કોણે ભોળ, તેની સાથે હું વાદ કરું. જો તેમ કરતાં હું હારી જઈશ તે તેને શિષ્ય થઈશ.
શુક પરિવ્રાજકે આચાર્યશ્રીને કહ્યું કે તમે સ્નાન કરતા નથી જ્યારે શૌચ પવિત્રતા એ તે ધર્મનો પાળે છે. જો તમે તેને જ ન પાળતા હો તે તમારી પાસે ધર્મ શાને?
આચાર્યશ્રી કહે, શું લોહીથી ખરડાયેલું કપડું લેહીથી સાફ થાય ખરું? હિંસાદિ વડે ખરડાયેલો આત્મા હિંસાથી પવિત્ર થાય? કાચા પાણીના ટીપે ટીપે અસંખ્ય જીવે છે. નાનામાં આ છાની હિંસા થતાં આત્મા પવિત્ર થાય કે વધુ કર્મોથી મલિન થાય? વાસ્તવિક શિૌચ સ્નાન તે અનાસક્તિ કે નિર્લોભતા છે?
શુક પરિવ્રાજકને આ સમગ્ર ચર્ચાથી ઘર્મ સ્વાખ્યાત ભાવના જાગી કે ખરેખર વીતરાગ દેવે બતાવેલ ધર્મ અદ્દભુત છે. જે તેણે સારી રીતે કહેલ ધર્મને ન પામ્યા હોત તે આ જીવની શું દશ થાત?
તેણે મિથ્યાત્વ છેડી દીક્ષા લીધી. સ્વાખ્યાત ભાવનાને બળે સિદ્ધગિરિ પર અનશન કરી કેવળજ્ઞાન અને મુક્તિને પામ્યા.
માટે—સે મુકથિત ધર્મને– આ રીતે મિથ્યાત્વને કદાગ્રહ દૂર કરી સ્વાખ્યાત ધર્મ ભાવને પ્રભાવે શુક પરિવ્રાજકે આત્મહિત સાધ્યું, તેમ હે જીવ! તું પણ ગુરુવચન સુણી ભાવનાનું સિંચન કરજે. કેમકે એક વખત શાસ્ત્ર શ્રવણથી ધર્મ ભાવના ઉભી થશે, પણ જગતમાં ચારે તરફ છવાયેલા