________________
૩૩૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
૦ બેધિ-સમ્યકત્વનું સ્વરૂપ :
अरिह तो मह देवो जावज्जीवं सुसाहूणो गुरुणो जिण पण्णत्त तत्तं इअ सम्मत्त मए गहिय “અરિહંત પરમાત્મા જ મારા દેવ–પંચ મહાવ્રતધારી ત્યાગી તપસ્વી મારા ગુરુ-જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલું ધર્મતત્વ તે જ મારે ધર્મ”—એ છે સમ્યકત્વનું સ્વરૂપ
तमेव सच्च' निःस क ज जिणेहि पवेइय' તે જ નિઃશંક સત્ય છે જે જિનેશ્વરે પ્રરૂપેલું છે તેવી યથાર્થ શ્રદ્ધા હોવી.
જો કે આવી શ્રદ્ધા થવી જ મુકેલ છે. છતાં સાચી શ્રદ્ધા થાય તે શ્રેણિક કે સુલસાની જેમ ટકાવવી મુશ્કેલ. તેથી હે જીવ–પ્રાપ્ત શ્રદ્ધાને ટકાવી રાખવા પ્રયત્ન કરે તે જ આ બધિ દુલર્ભ ભાવનાનું રહસ્ય છે.
ગીત સુણ નટને કહ્યું રે, ક્ષુલ્લક ચિત્ત વિચાર્યું રે કુંવરાદિક પણ સમજિયારે બાધિ રયણ સંભાયું રે
ભાઈના દ્રોહથી પતિ રાજાનું મૃત્યુ થયું એટલે ગર્ભવતી રાણી ભાગી અને બીજા સ્થાને જઈ દીક્ષા લઈ લીધી. પાછળથી ગુરુણીને ખબર પડતાં ખૂલાસે કર્યો કે આ સ્થિતિમાં દીક્ષા લીધી છે.
ગંભીર શ્રાવકે પિતાને ત્યાં ખાનગી ભેચરામાં પ્રસુતિ કરાવી. જન્મેલ પત્ર, માતા–સાદવી અને ગુરુના સંસર્ગમાં વૈરાગી બન્યો. બાર વર્ષની ઊંમરે દીક્ષા લીધી. નાના હોવાથી તેને ક્ષુલ્લક [બાળ] મુનિ તરીકે ઓળખવા લાગ્યા.
યુવાનીમાં મેહના વિકારે જાગ્યા. ઘણો પ્રયાસ કર્યો પણ ન દબાતા. માતા સાદવીને વાત કરી, મારાથી હવે ચારિત્ર પળાય તેમ નથી. મને સંસારમાં જવા દે. માતા તેને માનવભવની દુર્લભતા ઘણી સમજાવે છે. છતાં પુત્ર ન માન્યું ત્યારે માતા સાદેવીએ કહ્યું કે મેં તમને જન્મ આપ્ય–પાળે પળે તે ઉપકારને લીધે બાર વર્ષ રોકાઈ જાઓ.
ક્ષુલ્લક મુનિ બાર વર્ષ રોકાયા. ફરી માતા સાધવી પાસે સંસારમાં જવા રજા માંગી. માતાએ ગુરુણીને પૂછવા કહ્યું. ગુરુણીએ બાર વર્ષ