________________
૩૩૯
સૌથી દુર્લભ શું ? માંગ્યા. તે કબુલ કરી રહ્યા. ફરી સમય પુરો થતા પાછા ક્ષુલ્લક મુનિ ગયા માતા સાથ્વી પાસે. હવે મને સંસારમાં જવાની અનુમતી આપો ગુણી કહે ૩૬-૩૬ વર્ષ સંયમમાં ગયા તો પણ સંસારમાં જવું છે? તે હવે આચાર્ય મહારાજ કહે તેમ કરો. - આચાર્ય મહારાજ કહે મારા કહેવાથી બાર વર્ષ રેકાઈ જાઓ. પછી તમને શાતા ઉપજે તેમ કરો. ફરી બાર વર્ષ પસાર કર્યા. એમ કરતા કુલ ૬૦ વર્ષ ગયા. પછી ન માન્યા ત્યારે માતા સાધવીએ પિતાના નામની વીંટી અને કામળી શ્રાવક પાસેથી અપાવી કહ્યું કે જાઓ કાકા પાસે. તેને ઓળખ આવજો એટલે રાજ ભાગ આપશે.
સુઘક મુનિ સાધુ વેશે જ કાકાની રાજધાનીમાં પહોંચ્યાં ત્યાં નટ નેધારો દેરડા ઉપર નાચતા હતા. રાજા જેવા બેઠો છે પણ તેનું ધ્યાન નટડી ઉપર છે. ક્યારે નટ પડે અને નટડી જડે તેજ વિચારે છે. ત્રણ ત્રણ વખત બહાના કાઢી ફરી ખેલ કરાવ્યો. પણ દાન આપતા નથી.
ચોથી વખત ખેલ કરવા કહ્યું ત્યારે નટમાં હોંશ નથી તેમ જાણી નટડી બોલી. હમણું સવાર થઈ જશે પછી ખેલ કરવાની જરૂર જ નહીં રહે. તે શા માટે ભંગ પાડ.
બહેત ગઈ છેડી રહી મત કર રંગમે ભંગ નટડીની આ એક પંકિત સાંભળતા એક સાથે રાજા–દિવાનરાજકુમાર-શેઠાણીએ બુઝી જતાં ઇનામ ફેંકયું. એ રીતે ક્ષુલ્લક મુનિ પણ બુઝી જતાં વીંટીને ઈનામમાં દઈ દીક્ષામાં પાછા આવી ગયા.
રાજકુમારને થયું રાજા બુટૂઢા થયા છતા રાજગાદી છોડતાં નથી તે મારાઓ પાસે કાટલું કઢાવું અને રાજ લઈ લેવું પણ આ પંક્તિથી સમજ્યો કે હવે રાજા કેટલું જીવશે તે આ ગેઝારું કામ કરવું માટે યુવરાજ મુદ્રા ઈનામ દીધી–દિવાન કે જે ખાનગીમાં દુમન રાજા સાથે મસલત કરી ચઢાઈ લાવવાનું હતું તે બુઝી ગયો એટલે તેણે મંત્રી મુદ્રા ફેંકી–શેઠાણીને બાર વર્ષથી પતિને વિરહ થયું હતું તેથી બીજા ધણના નિર્ધારમાં હતી તેણે આ વાક્યથી બોધ પામી નટ સામે હરાને હાર ફેંકયે.
ક્ષુલ્લક મુનિએ પણ વીંટી અને કામળી ઈનામમાં ફેંક્યા. થોડા માટે શું સંસારમાં જવું. બધાંના ખુલાસાથી રાજા પણ બોધ પામ્યો.