________________
સૌથી દુર્લભ શું ?
૩ ૩૭
વિકથાના રસના આવેશથી જાત ભાતના વિક્ષેપ પેદા થઈ ચિત્તવૃત્તિ એવી મલિન થઈ હોય કે ગુરુને બોધ ગમે નહીં. માટે હે ચેતન ! બોધ પામ બોધ પામ અને માનવ ભવ સાર્થક કર.
વળી જીવ ધર્મ સાંભળી સમ્યક પ્રકારે બોધ પામી ધર્મને વિશે ઉદ્યમ કરે ત્યારે તેને રાગ-દ્વેષ–ખેદ–આળસ નિદ્રા આદિ અંતરંગ વૈરી આડખીલી રૂપ બને. તેના સુકૃત તથા ધર્મકરણીને બાધા ઉપજાવે. આ રીતે ઉત્તરોત્તર ધર્મની દુર્લભતા છે. સૌથી દુલભ શું ? એ પ્રશ્નનો ઉત્તર મનમાં વાગોળી આવે. ધર્મ કે બોધિરત્ન ફરી મળવું દુષ્કર છે તે ભાવના ભાવવી.
तदेतन्मनुष्यावमाप्यापि मूढा महा मोह मिथ्यात्व मायोपगूढः भ्रमन्दर मग्ना भवा गाध गर्ता
पुनः क्व प्रपद्येत तोधिरत्न શાન્ત સુધારસમાં વિનય વિજયજી મહારાજા ફરમાવે છે કે આ મનુષ્યત્વ મળી ગયું [પહેલાં કહ્યા મુજબ ઉત્તમ કુળ–સદ્દગુરુ સંગ – શ્રવણરુચિ બધું જ કદાચ મળી જાય તે પણ મેહ મિથ્યાત્વ-માયા કપટ કરી યુક્ત છે અને તેથી જ સંસારરૂપ અગાધ ખાડામાં ભમતે ભમતે બૂડી રહ્યો છે. તેને આ બોધિરત્ન કેમ પ્રાપ્ત થાય? - ટૂંકમાં કહીએ તે અનાદિ નિગોદમાંથી નીકળવું દુલર્ભ–તેમાંથી ત્રપણું વધુ દુર્લભ-તેમાં પંચેન્દ્રિય પર્યાપ્તિ પુરી થવી દુર્લભસંજ્ઞીપણું, દીર્ધ આયુ અને માનવભવની પ્રાપ્તિ અતિ દુર્લભ~તે કરતાં સમ્યગુ બોધ મળવો દુર્લભ. ઉત્તરોત્તર આ બધી વસ્તુની દુર્લભતા સમજી લે.
તેમ છતાં કદાચ આ બધું જ મળી જાય તે તું પરમ દુર્લભ બધિને લાભ લઈ લે. સૌથી દુલભ શું? એક જ પ્રશ્નને ચિંતવ. કેમકે માર્ગાનુસારી અને તેના પાત્રીશ ગુણો પ્રગટ થાય ત્યારે જીવને ધર્મમાગે પાત્રતા કે યેગ્યતા આવશે. પછી બધિ–સમ્યકત્વ માટે પુરુષાર્થ થઈ શકશે.
બોધિ દુર્લભ ભાવનાને ચિંતવતા પ્રશ્ન ઉઠે કે આ બધિ એટલે શું? એ સહજ વાત છે.
૨૨