________________
સૌથી દુર્લભ શું ?
૩૩૫ તેણે એક વખત અપમાન કરાવી મૂળદેવને કાઢી મુક્યો. મૂળદેવ પણ આર્થિક બેહાલીથી દેશાટન જવા નીકળ્યા. ઘોર અટવી પસાર કરવાને પ્રસંગ આવ્યું. ત્યાં રસ્તામાં બ્રાહ્મણ મળે. બ્રાહ્મણ પાસે રસ્તામાં ચાલે તેટલું ભાથું સાથે હતું. મૂળદેવને થયું કે ચાલો–આવી ઘેર અટવીમાં ત્રણ દિવસ ખાધા-પીધા વિનાના જાય તેના કરતાં આ બ્રાહ્મણને સાથ કદર કામ આવશે.
પેલો બ્રાહ્મણ એકલો એકલો ખાય છે પણ મૂળદેવને કંઈ આપતે નથી. એમ કરતાં ત્રણ દિવસ પસાર થઈ ગયા. અટવીને અંતે રહેલી ધર્મશાળામાં સુતા છે. ત્યાં બન્નેને સ્વપ્ન આવ્યું કે પુર્ણિમાને પૂર્ણ વિકસિત ચંદ્ર મુખમાં થઈને પેટમાં ચાલ્યા ગયે.
બ્રાહ્મણ તે સવારે મેટેથી બોલવા લાગ્યું કે મેં આવું સ્વપ્ન જોયું. આવું સ્વપ્ન જોયું. ત્યારે નિમિત્તકે કહ્યું કે તને ગોળ થી ભરેલે મેટે રોટલો ખાવા મળશે. સાદી ભાષામાં કહીએ તે ઘીમાં ઝબોળેલી પુરણ રોટલી મળશે.
મૂળદેવે વિચાર્યું, આ રીતે સ્વપ્નની વાત રજૂ કરવી યોગ્ય નથી. તેણે ગ્ય ભેટશું લઈ, નાહી ધોઈ સ્વચ્છ બની નિમિત્તિયાને ત્યાં જઈ વિનય પૂર્વક વાત રજૂ કરી. બ્રાહ્મણ કહે ભાઈ, આજ તે તમે શાંતિથી સુઈ જાઓ. સ્વપ્ન ફળની વાત કાલે નિરાંતે કરીશું. '
નિમિત્તક બ્રાહ્મણને ખાતરી હતી કે આ રાજા થશે એટલે લાલચ થઈ કે આને કન્યા પરણાવું. મૂળદેવ પણ સમજુ હતા. સૂઈ ગયે. બીજે દિવસે બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન થયા. અનુક્રમે બેનાતટ નગરનું રાજ મળ્યું. રાજકુંવરી પણ મળી અને તે પણ મળી.
જે કે એક મહત્ત્વનું પાસું પણ મૂળદેવનું રહેલું કે તે ત્રણ દિવસ ભુખ્યો હતો. પાસે કંઈ સાધન નહીં છતાં પોતાની વીંટી વેચી ચણા લીધાં ત્યારે કોઈ મુનિરાજને વહેરાવીને પોતે ખાધાં. તેની આ ભક્તિથી યક્ષ પ્રસન્ન થયા ત્યારે વરદાન માગેલું કે હું બેનાતટ નગરને રાજા થઉં, તે વરદાન ફળ્યું હતું.
અટવીમાં જે બ્રાહ્મણ સાથે હતો. તેને મૂળદેવને રાજ્ય મળ્યાની ખબર પડતાં ફરીથી જ ધર્મશાળામાં સુવા લાગે. મને પણ આ