________________
૩૩૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
દશા થઈ હશે? દુર્લભ એવું ચિન્તામણી રત્ન હાથમાં આવીને ચાલ્યું ગયું.
આ ચોરાશી લાખ જીવાયોનિમાં મનુષ્ય જન્મનું પણ કંઈક આવું જ છે.
मानुष्य कर्म भूभ्यार्य देश कुल कल्पता युरप ही
श्रद्धा कथक अवणेषु सत्स्वपि सदुर्लभा बोधि. પ્રશમરતિ ગ્રંથ રચયિતા ઉમાસ્વાતિજી વાચક ફરમાવે છે કે મનુષ્ય જન્મ-કર્મભૂમિ–આર્યદેશ-આર્યકુલ–નિરોગી પણું–દીર્ધ આયુ પ્રાપ્ત થવા છતાં શ્રદ્ધા–સદ્દગુરુને વેગ અને શાસ્ત્ર શ્રવણ કરવા છતાં પણ સમ્યકત્વની પ્રાપ્તિ પરમ દુર્લભ છે.
સૌથી દુર્લભ શું? બધિરના ચાને કે સમ્યકત્વ.
આ જગતમાં સુલભ અને દુર્લભ શું ! વર્તમાન કાળે લોક સત્તા સંપત્તિ અને સુંદરીને સામાન્ય રીતે દુર્લભ માને છે. પણ વાસ્તવિક્તા એ નથી. સામાન્ય સત્તા તે શું કદાચા વડાપ્રધાન પદ કે રાષ્ટ્રપતિ પદ પણ મળી જાય અને શાસ્ત્રકારો કહે છે કે વાસુદેવ કે પ્રતિ વાસુદેવ પણું–અરે ચકવતી પણ દુર્લભ નથી.
લાખ કરોડની સંપત્તિ પણ અસાધ્ય નથી. કદાચ પત્નીપુત્રાદિ પરિવાર પણ પ્રાપ્ત થઈ જશેઅરે કલ્પવૃક્ષો માંગે તે આપે છે. પણ સમ્યકત્વ કે બધિતન જહાપણ સુલભ નથી.
अनादौ निगादांध पे स्थिताना मजस्रं जनुसृत्यु दुःखादितानां परिणाम शुद्धिः कुलस्तादशीस्या
द्यया हंन तस्माद्विनियोति जीवाः અનાદિ કાળથી નિગોદરૂપ અંધકાર-કુવામાં રહેલા અને ફરી ફરી જન્મ મરણના દુખથી પીડાતા જીવોને એટલી પરિણામ શુદ્ધિ જ કયાંથી થાય કે જેથી તે નિગદ રૂપ અંધકારમય કુવામાંથી બહાર આવે?
જગતમાં એક શાશ્વત પદ્ધતિ છે કે એક જીવ સંસારમાંથી મા જાય એટલે એક જીવ નિગોદમાંથી બહાર આવે. જ્યારે જે જીવનું ભવ્યત્વ પરિપકવ થયું ત્યારે તે જીવ નિગોદમાંથી બહાર નીકળે છે. આ કારણે જ આપણે સિદ્ધ પરમાત્માનો માટે ઉપકાર માનીએ છીએ.