________________
(૬૯) ભાવના–બધિ દુર્લભ
–સૌથી દુર્લભ શું ?
यस्माद्विरमापथित सुमन स्वर्ग संपद्विलासः प्राप्तोल्लासाः पुनरपि जनिः सत्कुले भूरिभोगे ब्रह्माद्वेत प्रगुण पदवी प्रापकं निःसपत्नं
तहष्प्रापं मृश् मुरु धियः सेव्यतां बोधिरत्नं જેના–જે બોધિના] પ્રભાવે કરીને દેવતાઓ પણ વિસ્મય પામે એવો સ્વર્ગ સંપત્તિને વિલાસ પામી જીવ આનંદેલાસને પ્રાપ્ત કરે છે. વળી એ બેધિના પ્રભાવે પુષ્કળ વૈભવવાળા ઉત્તમકુળમાં જીવ ફરી ફરી જન્મ પામે છે અને કેમ કરીને અદ્વૈત બ્રહ્મ પદવી (મોક્ષ) સુધી વને પહોંચાડવામાં કેઈ જેને બાધક નથી એવું મહા અદભુત બધિરત્ન છે. તેને હે બુદ્ધિશાળીઓ તમે સે એટલે કે આવા મહા મુકેલીએ પામી શકાય તેવા બધિરત્ન-સમ્યફત્વનું તમે સેવન કરો.
એક દરિદ્ર બ્રાહ્મણે દરીદ્ર દૂર કરવા ઈષ્ટ દેવની ઉપાસના કરી અને ચિન્તામણ રન મેળવ્યું. બહુ ખુશ થયે તે. આનંદ આનંદમાં ફરે છે. બસ ચાલ થઈ ગયો. હવે તો બધી ગરીબાઈ ગઈ. હવે હું મહેલ બંધાવીશ સોના ચાંદી હીરા મોતી વસાવીશ એવા એવા શેખચલ્લિ વિચારો કરે છે.
તે રન ને તેણે ધોતીયાની ગાંઠે બાંધ્યું, ન ખીસામાં મુકયું. બસ હાથમાં જ રાખી વહાણમાં બેસી દરિયાપાર જવા માટે ઉપડ્યો.
વહાણ મધદરિયે આવ્યું. શરદ પૂર્ણિમાની રાત છે. ચાંદનીના પ્રકાશમાં ચિતામણી રતન કેવું ચમકે છે. તે જોવા ઈછા જાગી. તો જાય છે અને જોતાં જોતાં મલકતો જાય છે. અહો કેવું સુંદર કેવું સુંદર ! તેમ વિચાર્યા કરે છે. ત્યાં દરિયામાં એક ઊંચુ મેનું આવ્યું અને વહાણ ઉછળ્યું.
એક ઝાટકામાં તે ચિન્તામણી રત્ન પડયું દરિયામાં, આંખના પલકારામાં ચિન્તામણું રતન સમુદ્રને તળીયે. હવે પેલા બ્રાહ્મણની શી