________________
૩૨૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
(૧) આકાશાસ્તિકાય :- આકાશ અનન્ત છે. લોક કે અલકમાં સર્વત્ર છે છતાં કાકાશ એ શબ્દ વાપર્યો તે ધર્માસ્તિકાય— જવ–અજવ વગેરે પદાર્થોને રહેવાની જ, તે આધારે ગણાવેલ છે.
(૨) ધર્માસ્તિકાય :- ચૌદ રાજલોક પ્રમાણમાં પ્રસરેલ વ્યાપીને રહેલ ગતિ સહાયક દ્રવ્ય તે ધર્માસ્તિકાય. જેમ માછલીને માટે પાણી ચાલવામાં સહાયક છે તેમ ધર્માસ્તિકાચ સર્વ દ્રવ્ય માટે ગતિ સહાયક છે.
(૩) અધર્માસ્તિકાય :- સ્થિતિમાં એટલે કે ઉભા રહેવામાં સહાયક છે તે અધર્માસ્તિકાય દ્રવ્ય છે તે ન હોય તે કયારેય ગતિ અવરોધાય નહીં જીવ–અજવાદિને સ્થિતિ–સ્થિર થવા સહાયક છે
(૪) કાલ દ્રવ્ય :- જે કે કાળ એ કોઈ અસ્તિત્વ ધરાવતા પ્રદેશને સમૂહ નથી. જેની અસ્તિકામાં ગણતરી પણ થતી નથી. છતાં નાના-મોટા, નવા-જૂના, ભૂત–ભાવિ વ્યવહારે બધુ કાલદ્રવ્યને આભારી છે.
કાળની ગણના સૂર્ય ચંદ્રાદિ દેવ વિમાનને આધારે થાય છે. જેના શાસ કાળચક માટે છ આરાનું સ્વરૂપ દર્શાવે છે. આ લેક ભૂતકાળમાં હતે. વર્તમાન કાળે છે. ભાવિમાં હશે જ.
(૫) પુદગલાસ્તિકાય :- ચોદે રાજકમાં પ્રસરેલ અજીવ તત્તવમાં પુદ્ગલ દ્રવ્ય અગત્યનું સ્થાન ધરાવે છે. પુદ્ગલના (૧) સ્કંધ (૨) દેશ (૩) પ્રદેશ (૪) પરમાણું એવા ચાર ભેદ છે.
અખંડ એક વસ્તુ તે અંધ. સુક્ષમ-અ છેદ્ય અભેદ્ય – અદાદા અદશ્ય એવો સુક્ષમ ભાગ તે પરમાણુ
પુદગલ વર્ણ – ગંધ – રસ સ્પર્શામક ગુણ યુક્ત છે.
(૬) જીવાસ્તિકાય :- જ્ઞાન દર્શનાદિ ગુણ ધરાવતું દ્રવ્ય તે જીવ દ્રવ્ય. નિગદ એ જીવની મૂળભૂત ખાણ છે તેમાંથી સ્થાવર ત્રસ જેમાં ગતિ થાય છે. આ લેક જીવ-જીવથી ભરેલો છે. અધો લેકના નીચેથી ઉર્વલકના છેડા સુધી વચ્ચે વચ્ચે એક રાજક પહોળી ચૌદ રાજલોક લાંબી ત્રસનાડી છે તેમાં જ ત્રસજીવ રહે છે.
ષડ દ્રવ્યાત્મક લેકની ભાવના ભાવતા, જીવ દ્રવ્ય છે. પુદ્ગલેની સહાયથી તેનું પ્રગટ બાહ્ય અસ્તિત્વ છે. તેને ધર્માસ્તિકાયથી ગતિ અને