________________
લેકમાં ક્યાં રહેવું તારે
૩૨૫ પ્રથમ એક લાખ જનને જંબુદ્વિપ. પછી ફરતે ગળકાર બે લાખ યોજનને લવણ સમુદ્ર પછી ફરતે ૪ લાખ યોજનને ઘાતકી ખંડ પછી ફરતે આઠ લાખ જનને કાલેદધિ સમુદ્ર તેને ફરતો સોળ લાખ યેાજન પુષ્કરવાર દ્વિપ છે. પણ માનુષોત્તર પર્વત તેના બે સરખા ભાગ કરે છે. તેથી આઠ લાખને પુષ્કરવર દ્વિપ ગણતાં ર+૪+૮+૮ એક તરફ એ રીતે બીજી તરફ ૨૪+૮+૮ ગણતાં કુલ ૪૫ લાખ યેજનમાં માનવ વસ્તિ છે. આ વસ્તિ વધુમાં વધુ ૨૯ આંકડા જેટલી થાય.
લોક સ્વરૂપ ભાવના ભાવતા મનુષ્યની ઉત્પત્તિ કેટલે સ્થાને છે તે પણ જાણવું જરૂરી છે.
–માત્ર ૧૦૧ સ્થાને મનુષ્ય ઉપજે છે. ૦ પંદર કર્મ ભૂમિ–પંદર અકર્મ ભૂમિ–૫૬ અંતર દ્વિપજ.
૦ બીજી રીતે જોઈએ તો જંબુદ્વિપમાં ૧ ભારત ૧ અરાવત૧ મહાવિદેહ છે. એ રીતે ઘાતકી ખંડ અને પુષ્પરાવરાર્ધ બંનેમાં ૨-૨ ભરત ર-ર રાવત ર-ર મહાવિદેહ. એ કુલ પંદર કર્મજ ભૂમિ. આ કર્મ જ ભૂમિમાં જ ધર્મ છે. બાકી પ૬ અંતર દ્વિપજ અને દેવકુરુ–ઉત્તરકુરુ-હિમવંત-હરિવર્ષ–રમ્યફ હિરણ્યવંત એ અકર્મ જ ભૂમિમાં ધર્મ નથી.
કાળની દષ્ટિએ મહાવિદેહ સિવાય પહેલા-બીજા-છઠ્ઠા આરામાં ધર્મ નથી. તીર્થકરને જન્મ ત્રીજા ચોથા આરામાં જ થાય છે. તેમાં પણ ચોથા આરામાં જ શાસન પ્રવર્તાવવાની પ્રવૃત્તિનો આરંભ થાય. ચોથા આરામાં જ તીર્થંકર પરમાત્મા વિતરાગ સ્વરૂપે વિચરતા પ્રાપ્ત થાય છે.
અહીં ભાવના ભાવતા વિચારો કે આવળા ક્ષેત્ર લેકમાં માત્ર પંદર કર્મ જ ભૂમિમાં ધર્મ મળે. તેમાં પણ કાળની દષ્ટિએ ચોથો આરો જ મોક્ષ પ્રાપ્તિને મહત્ત્વને કાળ. એક માત્ર મહાવિદેહમાં કાયમ ચોથો આ છે ત્યાંથી કાયમ મોક્ષ માર્ગ ખુલે છે.
લોકમાં કયાં રહેવું તારે ? એ પ્રશ્નને પ્રથમ ઉત્તર તે સિદ્ધશિલા જ છે પણ મેક્ષ ન મળે ત્યાં સુધી ક્યાં રહેવું તેને ઉત્તર લેક સ્વરૂપ ભાવના ભાવતા વિચારે કે જ્યાં ધર્મ મળે ત્યાં, જ્યાં મોક્ષ મળે–જ્યાં ચારિત્ર મળે ત્યાં.