________________
३२४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ દ્વિપ-ક્ષેત્ર–ખંડ-દિશા–દેશ–નગર–ગામ બધું સ્પષ્ટ કરીને બેલા છે ને?
ત્યારે આપણે તે ધર્માધિનમાં, વિવિધ અનુષ્ઠાનમાં કે લેક સ્વરૂપ ભાવના ભાવતી વખતે ચારે લેકનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનું છે.
यो वैशाख स्थानक स्थायि पादः श्रेणीदेशे न्यस्त हस्तद्वयश्च कालेऽनादौ शश्वदूर्ध्व दमत्वाद्
बिम्राणोऽपि श्रांत मुद्रामखिन्न : એ લેક છાશ કરવા ઉભેલા પુરુષની જેમ પગ પહોળા કરી ઉભો છે, એણે પિતાના બે હાથ કેડે રાખ્યા છે. તે લેકપુરુષ અનંતકાળને નિરંતર ઉદર્વ જેવાવાળે છે.–ઉર્ધ્વ જવાવાળો છે–ઉચ્ચ એની ગતિ છે. ઉરચ આશય છે–જિતેન્દ્રિય છે–શ્રાંત મુદ્દા–ધારણ કરતા છતા ખિન્ન નથી.
ટૂંકમાં લેક પુરુષ અનન્ત બ્રહ્માંડની વચ્ચે કેડ ઉપર બે હાથ ટેકવીને રાખેલા હોય અને બે પગ પહોળા રાખેલા હોય તે રીતે ઉભા રહેલા પુરુષના આકાર જેવો છે. આ પ્રકારના આકારને વૈશાખી આકાર કહેવાય છે. માટે વૈશાખ પુરુષાકારે લોક છે એમ કહે છે.
પુરુષાકાર લેક પુરુષના ત્રણ ભાગ આ રીતે છે. (૧) પગથી કેડ સુધી અધે લોક / પાતાળલેક (૨) કેડનો ભાગ તે તીર્ઝલક (૩) કેડથી ઉપરને ભાગ તે ઉર્વક દેવલોક
૦ અધોલેક :-કેડથી નીચેને ભાગ વિસ્તીર્ણ છત્રાકારે છે, ત્યાં રતનપ્રભા વગેરે સાત નરકી રહેલી છે. રતનપ્રભા-શર્કરા પ્રભા-વાલુકાપ્રભાપંકપ્રભા–ધુમપ્રભા-તમસમભા-તમસ્તમપ્રભા, તેમાં પ્રથમ નારકી સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી એક રાજલોક પહોળી છે નીચેનીચે વધતા વધતાં સાતમી નાકી સાત રાજલક પહોળી છે.
આયુષ્યની દૃષ્ટિએ જીવને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુકમે સાતે નર્કમાં એક-ત્રણ-સાત–દશ-સત્તર–બાવીશ–તેત્રીશ સાગરોપમનું હોય છે.
૦ તીર્ષાલક –એ પુરુષની કેડે મધ્યલાક આવેલો છે. જે વિસ્તારમાં એક રજુ પ્રમાણ છે. જેમાં અસંખ્યાતા દ્વિપ સમુદ્રો આવેલા છે. તે પણ એક પછી એક વલયાકારે રહેલા છે.