________________
૨૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
વિચ્છેદથી જ આવવાની. કેમકે ભય એ મેહનીય કર્મનું જ એક સ્વરૂપ છે.
વિ -ચર, રમત, ચા, ચમન જે કંઈ ઘટાવવું હોય તેવું એક માત્ર સ્થાન છે મુક્તિ-શિવપુરી–પરમેર સ્થિતિ.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભક્તનું એક લક્ષણ વર્ણવતા જણાવેલ
यस्मान्नाद् विजते लोको लोकान्नाद् विजते च य :
हर्षामर्ष भयो।गौ-र्मुक्तो य: स च मे प्रिय : જેનાથી લોકોને ભય નથી, લોક વડે જે (પતે પણ) ભય પામત નથી. તથા જે હર્ષ કેાધ કે ભયના ઉગથી મુક્ત છે તે મને પ્રિય છે. (મારે પ્રિય ભક્ત છે.)
બીજો પ્રશ્ન એ પણ થાય કે અભચદાની આપે છે શું ? ભચબ્રાન્ત પ્રાણુના હૃદયમાંથી તે ભય કાઢી નાખે છે. એટલે નિર્ભયતા પ્રદાન કરે છે. સાધુ–સાવી અહિંસા વ્રતની પ્રતિજ્ઞા લઈને પ્રત્યેક જીના અભયદાતા બને છે. બાહુબલીજીના શરીરે વેલડીઓ વીંટાઈ ગઈ, પંખીઓએ માળા બાંધ્યા, પશુઓએ થાંભલો સમજી નિર્ભયતાપૂર્વક પોતાની કાયા ઘસવા માંડી તે છે અભયદાનનું સુંદર પ્રતીક.
ઉત્તરાધ્યયનના સૂત્રમાં એક પ્રસંગ આવે છે. સંયતિ રાજા વનમાં શિકાર કરવા ગયેલો છે. એક હરણને જોઈને તીર મારે છે. હરણ ઘાયલ થઈને ત્યાં જ પડી જાય છે. તે પોતાના પ્રાણ બચાવવા માટે ઉભો થઈ દોડે છે. પહોંચે સીધે ધ્યાનસ્થ એવા ગઈભિલ મુનિની પાસે. મુનિ તે બધાને શરણ દેનારા અને અભયદાતા છે. વન્ય પશુ પણ આટલી વાત સમજતા હતા.
અરે પિલો ચમરે પણ દેવલોકમાં ઈદ્ર સાથે લડવા ગયેલા. પણ ત્યાં ન ફાવ્યો અને ઈન્દ્ર વજરત્ન છેડયું તે સીધો કાચોત્સર્ગ કરતા પ્રભુના ચરણમાં શરણ લઈને બેઠે. આપણે પણ ગાઈએ છીએને–
ન તોરે ચરણ કી શરણુ ગ્રહું-શરણ ગ્રહું હરણ પણ ગર્દભિલ મુનિના શરણમાં જઈ શાંતિથી બેસી ગયું. શાંત અને નિર્ભિક મુનિને જોઈને સંયતિ રાજા પણ ખચકાયો. શિકાર