________________
જીવાડીને જીવે
૨૩
પ્રક્ષેપણ, એટમ બોમ્બ અથવા હાઈડેજન બોમ્બના યુગમાં ભયથી થરથરતા પ્રાણીઓ માટે તે આ અભયદાનનો અર્થ સમજાવવાની અત્યંત જરૂર છે.
અહિંસા-અહિંસાના પ્રચાર મારા વચ્ચે અભયદાન શબ્દના અર્થને ગુંગડાવી દેવાયો છે. જીવાડીને જીવે પરિશીલન અહિંસાથી કંઈક વિશેષ સંદેશ આપે છે. માત્ર હિંસા છેડે તેમ નહીં. પિતાના ભેગે પણ બીજા જીવની રક્ષા કરવી. તેના કરતાં પણ આગળ વાત એ છે કે જીવોને એકપણ પ્રાણના વિયોગ કે ઈજાના ભયથી મુક્ત રાખવા. સંક્ષેપમાં કહીએ તે જીવને મારે તે નહીં. પણ તેને મરણ ભય પણ નીકળી જાય તે અભયદાન.
સ્થાનાં સૂત્રના સાતમાં સ્થાનમાં ત્રીજા ઉદ્દેશાના સૂત્ર પઝલ્માં મનુષ્યને ઉત્પન્ન થતાં સાત પ્રકારના ભયે દર્શાવતા લખ્યું કે
सत भयट्ठाणा पण्णता त जहा इहलेोगभए, परलोगभए, आयाणभए, अकम्हाभए, वेयणभए, मरणभए, असिलोगभए.
(૧) ઈહલોક ભય- મનુષ્યને મનુષ્યનો ભય. (૨) પરલોક ભય- તિર્યંચાદિ અન્ય જાતિને ભય. (૩) આદાન ભય– ધનસંપત્તિ ચેરે દ્વારા લુંટાવાનો ભય. (૪) અકસ્માત ભય- જલ–પ્રલય આદિને ભય. . (૫) વેદના ભય- રોગ વગેરે પીડાનો ભય. (૬) મરણ ભય- પ્રાણને કઈપણ પ્રકારે વિયેગ થ. (૭) અલેક ભય- અપકીર્તિ-અપયશને ભય.
આજના યુગમાં આ સર્વે ભયનું નિવારણ આવશ્યક છે તે માટે જ ભય વિહિન સ્થિતિ એટલે કે અભયદાનને ઉપદેશ અપાયે. તે પ્રશ્ન એ છે કે અભયદાનનો વાસ્તવિક દાતા કોણ? જે સ્વયં ભયભીત છે તે બીજાને શું અભય આપી શકવાના? અભયદાની બનવા માટે સ્વયં નિર્ભય બનવું જરૂરી છે. એટલે જ તીર્થંકર પરમાત્માને જમવાનું વિશેષણ શોભે છે. સ્વયં નિર્ભય બનવા માટે અહિંસા, સત્ય અને આત્મવિશ્વાસની જરૂર છે. જેમ નિષ્પરિગ્રહને કદી ચેરને ભય રહેતો નથી. જો કે સંપૂર્ણ નિર્ભયતા તે મોહનીય કર્મના