________________
જીવનની સર્વ શ્રેષ્ઠ ક્ષણ
૩૦૯
ભાવના ભવનાશીની કઈ રીતે બને? ભવ એટલે સ*સાર, તેના નાશ કરનારી તે” ભાવનાઓ.
ચિલાતી પુત્ર નામે દાસી પુત્ર છે. શેઠની દીકરી સુષમાને રમાડતા. ઉમર વધતા તેના અડપલાં વધ્યા. તેના ચાળા જોઇ શેઠે ચિલાતી પુત્રને ઘરમાંથી કાઢી મુકયા. તે જ ગલમાં જઈ ચારની ટોળીમાં ભળ્યા.
એક દિવસ શેઠના ઘેર ધાડ પાડી, રૂપિયાના પાટલા આંધ્યા, ચિલાતી પુત્રે સુષમાને ઉપાડી લીધી. બધાં પાછળ પડયા છે. ચારાએ ધન રસ્તામાં વેરવા માંડયુ, સુભટે ધન ભેગું કરવામાં પડથા એટલે ચારા તે જીવ બચાવી નાઠયા.
પણ ચિલાતી પુત્રને સુષમા સાથે મેહના તાંતણા ખ'ધાયા છે. પૂર્વ ભવની પત્ની છે. માટે છેડતા નથી. જ્યારે પકડાવાના ભય લાગ્યા ત્ય:રે સુષમાનું માથું એક આટકે ઉડાળી દીધું ધડ રસ્તામાં પડયુ ને એકલું ડોકું લઈને ભાગ્યા છે.
રસ્તામાં ચારણ મુનિ મહાત્માને જોઇને પૂછે, મહારાજ ધર્મ બતાવેા. તમને થશે આ ઘડી ઘડી ચારણ મુનિ કયાંથી આવે છે કથામાં ?
શાસ્ત્રકારો વિદ્યા ચારણ મુનિની શક્તિને વર્ણવતા જણાવે કે તીર્થ્યલેાકમાં એક પગલે માનુષાત્તર પ ત જઈ ચૈત્ય વદના કરે. બીજે પગલે નંદીશ્વર દ્વીપ જઇ ચૈત્યને વાંદે. ત્રીજે પગલે પાછા મૂળ સ્થાને આવી જાય.
આટલી શક્તિ હાય ચારણ મુનિની.
એવા મુનિને ચિલાતી પુત્રએ ધમ પૂછ્યા. મુનિરાજે માત્ર ત્રણ શબ્દો કહ્યા ઉપશમ-વિવેક સવર.
ઉપશમ શબ્દથી ક્રાય શાન્ત થઈ ગયા. ખડગ ફેકી દીધુ', વિવેક શબ્દથી હેય ઉપાદેયનુ' જ્ઞાન થઈ ગયું. સુષમાના ખાલી મસ્તકને શુ કરવું સમજી તે ફેકી દીધુ.. સ ́વર શબ્દથી અટકવુ', એમ સમજાઈ જતાં કાર્યેાસ માં ઉભા રહી ગયા. ભાવનાની ધારાએ ચડયા. કીડીએ શરીરને ચારણી જેવુ મનાવી દીધું. પણ તે હતી ચિલાતી પુત્રના જીવનની સર્વ શ્રેષ્ઠ ક્ષણૢ-કાયાત્સગ માંથી ચલાયમાન ન થયા. સવર ધમ ને આદર્યો.
૦ ચારિત્ર ધમ:- અત્રત-આશ્રવથી બચવા માટે ચારિત્ર ધમ