________________
૩૦૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
જેમ ભયંકર લાગતી પાણીની રાશને ઉંચી પાળ બાંધી પાળી શકાય તેમ તું ધને ક્ષમા વડે, માનને નમ્રતા વડે, માયાને ઉજ્જવલ સરળ ચિત્ત વડે, લેભાને સંતોષ વડે નિરોધ કર.
(૧) ક્ષમાધર્મ એ કે ધન અભાવ કે કેધ ઉત્પન્ન ન થવા દેવ તે છે.
(૨) માર્દવ ધર્મ એટલે માનને અને મદને ત્યાગ. (૩) આર્જવ ધમ તે માયાને ત્યાગ, મન વચ કાયાની એકતા. (૪) મુક્તિ–નિર્લોભતા અને બાહ્ય પરિગ્રહ વિશે મૂછને ત્યાગ. (૫) તપધર્મ–ઈચ્છાને નિરોધ અને ઈદ્રિયના વિષયો પર કાબુ
રાખો. (૬) સંયમધર્મ-મન-વચ-કાયાને નિગ્રહ અને ઈદ્રિ પર
કાબુ તે. (૭) સત્ય ધર્મ યથાર્થ હિતકારી-પરિમીત બોલવું અને
મૃષાવાદ આશ્રવને જીતવો. (૮) શૌચધર્મ - અંતઃકરણની પવિત્રતા–અનાસક્તિ. (૯) આકિંચન્ય – પરિગ્રહ-મમત્વ બુદ્ધિ ત્યાગ. (૧૦) બ્રહ્મચર્ય – વિષય વાસના ત્યાગ અને સર્વ ઈન્દ્રિયનો
સંયમ. યતિધર્મ સંવર ભાવના ભાવતે શ્રાવક વિચારે કે કયારે હું બાહ્ય પરિગ્રહ છાંડીને સંયમને ભાર સ્વીકારીશ, જ્યારે જીવના સાર રૂપ સંથારે કરીશ–અનશન ગ્રહણ કરીશ,
કદિયે પરિગ્રહ છાંડશુંજી-લેશું સંયમભાર શ્રાવક ચિંતે હું કદીજી કરીશ સંથારે સાર
સલુણ-શાંતિ સુધારસ ચાખ, આવા હોય શ્રાવકના મનોરથે. તમે તે યતિ ધર્મ એટલે યતિએ ક્ષમાં રાખવી અને યતિએ મૃદુતા રાખવી તે પકડી રાખ્યું.
૦ બાર ભાવનાથી સંવર:- અનિત્ય–અશરણુ–સંસારએકત્વ–અન્યત્વ-અશુચિસ્વ-આશ્રવ-સંવ-નિર્જરાલેક-બધિ દુર્લભધર્મ સ્વાખ્યાત આ પ્રમાણે બાર ભાવનાઓ છે. જેમાં સંવર ભાવનાને વિષય અત્રે ચાલુ છે–તેમાં આપણે એટલું જ વિચારવાનું કે ભાવનાથી સંવર કઈ રીતે થાય ?