________________
જીવનની સર્વ શ્રેષ્ઠ ક્ષણ
૩૦૭
સુધા વગેરે બાવીશ પરિષહ ધર્મમાં અન્તરાય રૂપ છે. તેને સમભાવે રાગદ્વેષ વિના સહન કરવાથી મુનિ તેના પર વિજય મેળવે છે. તેને પરિષહ જય કહે છે.
દેવ મણુઓ ઉપસર્ગ શું છે નિશ્ચલ હય સુધીર બાવીશ પરિષહ છતિયાજી જિમ જીત્યા શ્રી વીર
સલુણા-શાંતિ સુધારસ ચાખ. સૌઘર્મેદ્ર સભામાં શ્રી વીર પ્રભુની દૃઢતા અડગતા–ધેય આદિ ગુણની પ્રશંસા સાંભળી પણ તે સહન ન થવાથી એક મિથ્યાદૃષ્ટિ દેવે પ્રભુને ડગાવવા ઘેર ઉપસર્ગો કર્યા. હાથીના રૂપે આકાશમાંથી ઉછાળી નીચે પાડયા, પગે ચાંપ્યા, પગમાં ચુ કરી અગ્ની સળગાવ્યા. સર્ષ અને વીંછીનું રૂપ વિકુવી ડંખ દીધા. વાઘ શેર સિંહ થઈ ડાવ્યા. ધીમેલ વિદુવ શરીરને ચારણી જેવું કરી દીધું. છતાં પ્રભુ ચલાયમાન ન થયા.
કટપુતના વ્યંતરીએ પણ શીત પરિષહો કર્યા, સ્ત્રી વરૂ આલીગને કર્યા.
આ ઉપરાંત મનુષ્ય અને તિયાએ અનેક ઉપસર્ગો કર્યા. વાળ દ્વારા કાનમાં ખીલા પણ ઠેકાયા.
આ બધું સહન કર્યું ત્યારે તેના જીવનની સર્વ શ્રેષ્ઠ ક્ષણ આવી અને શ્રી વીર પરમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
આ રીતે આપણે પણ કયારે પરિષહ અને ઉપસર્ગો સહન કરીએ જેથી સંવર ધર્મને આદર અને આશ્રવને નિરોધ થાય તે પ્રમાણે સંવર ભાવના ભાવવી જોઈએ. તિર્મ – દશ પ્રકારે યતિધર્મ જણાવ્યું.
उत्तम क्षमा मार्दवाऽऽर्जव शौच सत्य संयम
तपस्त्यागाऽऽकिञ्चन्य ब्रह्मचर्याणि धर्मः ઈદ્રિય, કષાય અને પ્રમાદ ત્રણે આશ્રવ સામે આ યતિધર્મ ઢાલરૂપ બનીને આશ્રવ નિરોધે સંવરની ઉકિતને સાચી પાડે છે.
क्रोधं क्षात्या मार्दवेना भिमानं. हन्या माया मार्जवेनेाजवलेन लोभं वारां राशि रौद्रं निरंध्या : संतोषेण प्रांशुना सेतुनेव